________________
૪૭૬
રત્નત્રયી ઉપાસના
(૪) ઉપાનહ: જોડા, ચંપલ, મોજા, પાવડી વગેરે (પગમાં પહેરવાનાં સાધનો) ની સંખ્યા ધારવી. (૫) તાંબૂલ : સોપારી, વરિયાળી વગેરે મુખવાસના માપ (અમુક ગ્રામથી વધારે નહિ વાપરવા) નો કે સંખ્યાનો નિયમ કરવો. (૬) વસ્ત્રો વાપરવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. (૭) કુસુમ ઃ તેલ, અત્તર, ફૂલની વેણી, ફૂલનો હાર વગેરે સુંઘવાની વસ્તુઓના માપનો કે સંખ્યાનો નિયમ કરવો. (૮) વાહનઃ બેસવાના વાહનોની સંખ્યાનો નિયમ કરવો. (૯) શયન ગાદી, તકિયા, ખુરશી, ટેબલ, પલંગ, પથારી વગેરે બેસવા-સૂવાના સાધનોની સંખ્યાનો નિયમ. સ્મરણ ન રહે એ માટે કે ઔચિત્યભંગ ન થાય વગેરે કારણે ઘરની બહાર છૂટ રાખી શકાય. (૧૦) વિલેપન : સાબુ, તેલ, અળતો, મેંદી, પાઉડર વગેરે શરીરે લગાડવાની વસ્તુઓના માપનો કે સંખ્યાનો નિયમ. (૧૧) અબ્રહ્મઃ અબ્રહ્મનો દિવસે સર્વથા ત્યાગ અને રાત્રિએ સર્વથા કે અમુક વખતથી વધારે ત્યાગ. (૧૨) દિકપરિમાણ: દશે દિશામાં જવાની મર્યાદા કરવી. (૧૩) સ્નાન : સ્નાનની સંખ્યાનો નિયમ, ધર્મકાર્યમાં તથા અસ્પૃશ્યનો સ્પર્શ થાય કે સ્મશાને જવું પડે વગેરે કારણે છૂટ રાખી શકાય. (૧૪) ભક્ત વાપરવાના આહારપાણીનું વજન ધારવું. પૃથ્વીકાયઃ માટી, ખારો, ચાક આદિનું પરિમાણ કરવું. અખાયઃ પીવાના તથા વાપરવાના પાણીનું વજન ધારવું. તેઉકાય ચુલા, દીવા વગેરેનું પરિમાણ કરવું. વાયુકાયઃ પંખા, હીંડોળાં વગેરેનું પરિમાણ કરવું. વનસ્પતિકાયઃ લીલા શાક વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. અસિ સોય, કાતર, સુડી, છરી આદિની સંખ્યાનું પરિમાણ કરવું. મસિ ફાઉન્ટન પેન, ખડીયો, કલમ, પેન્સિલ વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. કૃષિઃ હળ, કુહાડો, પાવડા વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું.
૧૫ કર્માદાન (૧) અંગારકર્મ : ચુનો, ઈંટ, નળિયા વગેરે પકાવવાનો વ્યાપાર (૨) વનકર્મ : જંગલ કાપવાનો તથા ફૂલ શાક વગેરે વનસ્પતિનો વ્યાપાર. (૩) શકટકર્મ : ગાડાં, હળ વગેરે તૈયાર કરી વેચવાં. (૪) ભાટકકર્મઃ ગાડી, ઘોડા વગેરે ભાડે ફેરવવા. (૫) સ્ફોટકકર્મઃ સુરંગ ફોડાવવી, ખાણ ખોદાવવી, કુવા-તળાવ વગેરે ખોદાવવા..
મનના આનંદ કરતાં આત્માનંદને જ ચાહવો.