________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
સકળ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહીયે; તેહ જ્ઞાન નિતનિત વંદીજે, તે વિણ કહો કેમ રહિયે રે ? ભ. ૩
પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ; દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ વિ શિશ મેહ રે. ભ. ૪ લોક ઉર્ધ્વ અધો તિર્યક્ જ્યોતિષ, વૈમાનિકને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી, તે જ્ઞાન મુજ શુદ્ધ રે. ભ. પ
ઢાળ-૩
જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ· થાય રે; તો હુએ એહિ જ આતમ, જ્ઞાન અબોધતા જાય રે. ૧
પછી ૐ હ્રીં પરમાત્મને નમઃ, જ્ઞાનપદેભ્યઃ કલાં યજામહે સ્વાહા. એ મંત્રી બોલીને જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી. પછી સોનામહોર તથા રૂપામહોર આદિથી જ્ઞાનની યથાશક્તિ પૂજા કરવી. પછી નીચેના દુહા કહીને વીસ ખમાસમણા દેવા.
દુહા
સુખકર શંખેશ્વર નમી, થુણશું શ્રીશ્રુતનાણ; ચઉ મૂંગા શ્રુત એક છે, સ્વપર પ્રકાશક ભાણ. ૧. અભિલાપ્ય અનંતમે, ભાગે રચિયો જેહ; ગણધર દેવે પ્રણમીયો, આગમ રયણ અછેહ. ૨. ઈમ બહુલી વક્તવ્યતા, છઠાણવડીયા ભાવ; ક્ષમાશ્રમણ ભાષ્યે કહ્યું, ગોપય સર્પિ જમાવ. ૩. લેશ થકી શ્રુત વરણવું, ભેદ ભલા તસ વીસ; અક્ષયનિધિ તપને દિને, ખમાસમણા તે વીસ. ૪. સૂત્ર અનંત અર્થ મઈ, અક્ષય અંશ લહાય; શ્રુતકેવલી કેવલી પ્રે, ભાખે શ્રુત પર્યાય. ૫. શ્રી શ્રુતજ્ઞાનને નિત નમો, ભાવ મંગલને કાજ; પૂજન અર્ચન દ્રવ્યથી, પામો અવિચલ રાજ. ૬. ૧. અહીં પહેલું ખમાસમણ દેવું. તથા છઠ્ઠો દુહો ખમાસમણ દીઠ
મ
અબ્રહ્મચર્ય સેવવું નહીં.
૪૬૯