________________
૪૬૮
રત્નત્રયી ઉપાસના
દુહા સપ્તમપદ શ્રી જ્ઞાનનો, સિદ્ધચક્ર પદમાંહી; આરાધીજે શુભ મને, દિન દિન અધિક ઉછાંહિ. ૧ અન્નાણસંમોહતમોહરમ્સ, નમો નમો નાણદિવાયરસ્સ; પંચપ્પયારસુવગારગમ્સ, સત્તાણ સવ્વસ્થ પયાસગસ. ૧ હુવે જેથી સર્વ અજ્ઞાન રોધો, જિનાધીશ્વર પ્રોક્ત અર્થાવિબોધો, મતિ આદિ પંચ પ્રકારે પ્રસિદ્ધો, જગદ્ ભાસતે સર્વદેવાવિન્દ્વો. ૨ યદીયપ્રભાવે સુભક્ષ, સુપેયં અપેયં સુકૃત્ય અકૃત્ય, જેણે જાણીએ લોકમધ્યે સુનાણું, સદા મે વિશુદ્ધં તદેવ પ્રમાણ. ૩
ઢાળ-૧
ભવ્ય નમો ગુણ જ્ઞાનને, સ્વરપર પ્રકાશક ભાવેજી; પર્યાય ધર્મ અનંતતા, ભેદાભેદ સ્વભાવેજી.
જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવવિલચ્છના; મતિ આદિ પાંચ પ્રકાર નિર્મળ, સિદ્ધસાધના લચ્છના; સ્યાદ્વાદસંગી તત્ત્વરંગી, પ્રથમ ભેદાભેદતા; સવિકલ્પને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ૨
ઢાળ-૨
ભક્ષ્યાભક્ષ્ય ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે.
ભવિકા સિદ્ધચક્ર પદ વંદો. ૧
પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું, જ્ઞાનને વંદો જ્ઞાન મનિદો, જ્ઞાનીયે શિવસુખ ચાખ્યું રે. ભ. ૨
આજીવિકા માટે ઉપદેશક થવું નહીં.