________________
૪૫૮
રત્નત્રયી ઉપાસના
ત. (૩૦) આચાર્ય વૈયાવૃજ્ય ત. (૩૧) ઉપાધ્યાય વૈયાવૃત્ય ત. (૩૨) સાધુ વૈયાવૃત્ય ત. (૩૩) તપસ્વિ વૈયાવૃત્ય ત. (૩૪) લઘુશિષ્યાદિ વૈયાવૃત્ત્વ ત. (૩૫) ગ્લાન સાધુ વૈયાવૃત્ય ત. (૩૬) શ્રમણોપાસક વૈયાવૃત્ય ત. (૩૭) સંઘ વૈયાવૃત્ત્વ ત. (૩૮) કુલવૈયાવૃત્ય ત. (૩૯) ગણવૈયાવૃત્ત્વ ત. (૪૦) વાચના ત. (૪૧) પૃચ્છના ત. (૪૨) પરાવર્તના ત. (૪૩) અનુપ્રેક્ષા ત. (૪૪) ધર્મકથા ત. (૪૫) આર્તધ્યાનનિવૃત્તિ ત. (૪૬) રૌદ્રધ્યાનનિવૃત્તિ ત. (૪૭) ધર્મધ્યાનચિંતન ત. (૪૮) શુક્લધ્યાનચિંતન ત. ૪૯) બાહ્યકાયોત્સર્ગ ત. (૫૦) અત્યંતરકાયોત્સર્ગ ત.
છેલ્લા દિવસે નવપદજીની વિસ્તારથી પૂજા ભણાવવી. નવપદમંડલની રચના કરવી. શ્રીપાળ રાજાનો રાસ પૂર્ણ કરવો.
પડિલેહાગનો વિધિ આ પુસ્તકમાં છૂટા શ્રાવકોને પડિલેહણ કરવાનો વિધિ' એ શીર્ષક નીચે લખેલા વિધિ પ્રમાણે પડિલેહણ કરવું.
દેવવંદન, પચ્ચખાણ પારવું, આયંબિલ કર્યા પછી ચૈત્યવંદન, પ્રતિક્રમણ વગેરેનો વિધિ આ પુસ્તકમાં અન્યત્ર આપવામાં આવેલ છે ત્યાંથી જોઈ લેવો. '
નવ દિવસોમાં કાઉસ્સગ્ન કરવાનો વિધિ ખમાસમણ દઈ, ઈચ્છા. 'અરિહંત પદ આરાધનાથે કાઉસ્સગ્ગ કરું? ઈચ્છ, અરિહંત પદ આરાધનાથે કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઆએ. અન્નત્થ. કહી જેટલા લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો હોય તેટલા લોગસ્સનો કાઉસ્સગો કરી પારીને પ્રગટ લોગસ્સ કહેવો.
૧ અહીં જે દિવસે જે પદ હોય તે પદનું નામ બોલવું. પારણાના દિવસે શ્રી સિદ્ધચક્ર આરાધનાર્થ” એમ કહેવું.
25 ગુણ વગરનું વકતૃત્વ સેવવું નહીં.