________________
શ્રી નવપદ તપ આરાધના વિધિ
૪૫૯
કv. જમજા
પર
કામ કબ જાક - ક
પારણાના દિવસનો વિધિ પારણાના દિવસે ઓછામાં ઓછો બિયાસણાનો તપ કરવો. હંમેશ મુજબ પ્રતિક્રમણ, પડિલેહણ, દેવવંદન, વાસક્ષેપપૂજા, ગુરુવંદન વગેરે કર્યા પછી સ્નાન કરી સ્નાત્ર તથા સત્તરભેદી પૂજા ભણાવવી. તે દિવસે કાઉસ્સગ્ગ, સાથિયા, પ્રદક્ષિણા નવ-નવ કરવા તથા ખમાસમણાં નવનવ દેવાં. “ૐ હ્રીં શ્રીં વિમલેશ્વર-ચક્રેશ્વરી પૂજિતાય શ્રી સિદ્ધચક્રાય નમઃ” એ પદની ૨૦ નવકારવાળી ગણવી.
સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતાં ન આવે પાર; વાંછિત પૂરે દુ:ખ હરે, વંદુ વાર હજાર N/૧/ # શ્રી સિદ્ધચક્રાય નમ: આ પ્રમાણે બોલી નવ ખમાસમણાં
. દેવાં. '
શ્રી બીજ તપનો વિધિ
નામ
આ તપ કારતક સુદ બીજથી શરૂ કરાય છે. તે દિવસે ઉપવાસ કરવો. આ તપ બે વર્ષ અને બે માસ સુધી કરવો. ગણણું વગેરે નીચે મુજબ છે. નામ
સા. ખ. લો. નવ. ૧. નંદિસૂત્રાય નમઃ ૫૧ ૫૧ પ૧ ૨૦ ૨. અનુયોગદ્વારસૂત્રાય નમઃ ૬૨ ૬ર ૬ર ૨૦
અથવા ૧. ઓધનિર્યુક્તિ સૂત્રાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨. અનુયોગદ્વાર સૂત્રાય નમ: ૬૨ ૬ર ૬ર ૨૦
તપના દિવસે ઉપર પ્રમાણે ગમે તે બે ગણણાં વીશ વીશ નવકારવાલીનાં ગણવા. સાથીઆ વિગેરે પણ બે બે સૂત્રનાં કરવાં.
તત્ત્વજ્ઞ તપ અકાલિક કરવું નહીં.