________________
૪૧૪
રત્નત્રયી ઉપાસના
- શ્રી નવપદજીનું ચૈત્યવંદન :પહેલે પદ અરિહંતના, ગુણ ગાઉ નિત્યે; બીજે સિદ્ધ તણા ઘણા, સમરો એક ચિત્તે. ૧ આચારજ ત્રીજે પદ, પ્રણમાં બિહું કર જોડી; નમીએ શ્રી ઉવજઝાયને, ચોથે મદ મોડી. ર" પંચમ પદ સર્વ સાધુનું નમતાં ન આણો લાજ, એ પરમેષ્ઠી પંચને, ધ્યાને અવિચલ રાજ. ૩ દંસણ શંકાદિક રહિત, પદ છઠે ધારો; સર્વનાણપદ સાતમે, “ક્ષણ એક ન વિસારો. ૪ ચારિત્ર ચોખું ચિત્તથી, પદ અષ્ટમ જપીયે; સકળ ભેદ બિચ દાન-ફળ-તપ નવમે તપીયે. ૫ એ સિદ્ધચક્ર આરાધતાં, પૂરે વાંછિત કોડ; સુમતિવિજય કવિરાયનો, રામ કહે કર જોડ. ૬
- શ્રી નવપદજીનું સ્તવન - નવપદ ધરજો ધ્યાન ભવિ તુમે ! નવપદ ધરો ધ્યાન; એ નવપદનું ધ્યાન કરતાં,
પામે જીવ વિશ્રામ. ભવિ.૧ અરિહંત સિદ્ધ આચારજ પાઠક,
સાધુ સકળ ગુણખાણ. ભવિ.૨ દર્શન જ્ઞાન ચારિત્ર એ ઉત્તમ,
તપ તપો બહુમાન. ભવિ.૩ આસો ચૈત્રની સુદી સાતમથી,
પૂનમ લગી પ્રમાણ. ભવિ.૪
માતાપિતાને મુક્તિવાટે ચઢાવવા.