________________
ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ
કરી 90S
૪૧૫
૪૧૫
એક એકાશી આંબિલ કીજે,
વરસ સાડા ચારનું માણ. ભવિ.૫ પડિકમણાં દોય ટંકના કીજે,
પડિલેહણ બે વાર. ભવિ.૬ દેવવંદન ત્રણ ટંકના કીજે,
દેવ પૂજો ત્રિકાળ. ભવિ.૭ બાર આઠ છત્રીસ પચવીશનો,
સત્તાવીસ સડસઠ સારા ભવિ.૮ એકાવન સિત્તેર પચાસનો,
કાઉસ્સગ્ગ કરો સાવધાન. ભવિ.૯ એક એક પદનું ગણણું નિત્યે,
ગણીએ દોય હજાર. ભવિ.૧૦ ઈણ વિધિ જે એ તપ આરાધે,
તે પામે ભવપાર.ભવિ.૧૧ કર જોડી સેવક ગુણ ગાવે,
મોહન ગુણ મણિમાળ. ભવિ.૧૨ તાસ શિષ્ય મુનિ “હેમ” કહે પ્રભુ!
જન્મ મરણ દુઃખ ટાળ. ભવિ.૧૩ - શ્રી નવપદજીની સ્તુતિ:પ્રહ ઊઠી વંદું, સિદ્ધચક્ર સુખદાય. જ પીએ નવપદનો, જાપ સદા મનમાંય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જેમ મયણા-શ્રીપાળ.
圖 %
રૂડી વાટે તેમનો બદલો આપવો.