________________
ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ
સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણાં કીજે, કરી સાહમ્મિવત્સલ, કુગતિ દ્વાર પટ દીજે; અઠ્ઠાઈ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ, ઈમ કરતાં સંઘને, શાસન દેવ સહાઈ. ૪ -: શ્રી પર્યુષણ પર્વની સજ્ઝાય :
૪૧૩
પર્વ.૨
પર્વ પજુસણ આવીયા, આનંદ અંગ ન માય રે, ઘર ઘર ઉત્સવ અતિ ઘણાં, શ્રી સંઘ આવે ને જાય રે, પર્વ પજુસણ આવીયા. ૧ જીવ અમારિ પલાવીએ, કીજીયે વ્રત પચ્ચક્ખાણ રે; ભાવ ધરી ગુરુ વંદીયે, સુણીયે સૂત્ર વખાણ રે; આઠ દિવસ એમ પાલીયે, આરંભનો પરિહારો રે; ન્હાવણ ધોવણ ખંડણ, લીંપણ પીસણ વારો રે. પર્વ.૩ શક્તિ હોય તો પચ્ચક્ખીએ, અઠ્ઠાઈ અતિ સારો રે; પરમભક્તિ પ્રીતે વહોરાવીએ, સાધુને ચાર આહારો રે. પર્વ.૪ ગાય સોહાગણ સર્વ મલી, ધવલ મંગલ ગીત રે; પકવાન્નો કરી પોષિયે, પારણે સાહમ્મિ મનપ્રીતરે. પર્વ.૫ સત્તર ભેદી પૂજા રચી, પૂજો શ્રી જિનરાય રે; આગળ ભાવના ભાવીયે, પાતક મલ ધોવાય રે. પર્વ.૬ લોચ કરાવે રે સાધુજી, બેસે બેસણા માંડી રે; શિર વિલેપન કીજીયે; આલસ અંગથી છાંડી. પ.૭ ગજ ગતિ ચાલે ચાલતી, સોહાગણ નારી તે આવે રે;
કુંકુમ ચંદન ગહુંઅલી, મોતીયે ચોક પૂરાવે રે. પર્વ.૮
રૂપા મહોર પ્રભાવના, કરીયે તવ સુખકારી રે;
શ્રી ક્ષમાવિજય કવિરાયનો, લધુ માણેક વિજય જયકારી રે. પર્વ.૯
蛋蛋
26
વૈરીના ગુણની પણ સ્તુતિ કરવી.