________________
૪૧૨
રત્નત્રયી ઉપાસના
માસ પાસ વળી દસમ દુવાલસ, ચત્તારી અષ્ઠ કીજે છે, ઉપર વળી દસ દોય કરીને, જિન ચોવીશે પૂછજે છે; વડા કલ્પનો છઠ કરીને, વીર વખાણ સુણીજે છે, પડવે ને દિન જન્મ મહોત્સવ, ધવલ મંગલ વરતીજે છે. ૨ આઠ દિવસ લગે અમર પળાવી, આઠમનો તપ કીજે છે, નાગકેતુની પરે કેવલ લહીએ, જો શુભ ભાવે રહીએ છે; તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણધરવાદ વદીજે છે, પાસ નેમિસર અંતર ત્રીજે, ઋષભચરિત્ર સુણીજે છે. ૩ બારસાસૂત્ર ને સામાચારી, સંવત્સરી પડિક્કમીએ છે, ચૈત્યપ્રવાડી વિધિનું કીજે, સકલ તું ખામીજે છે; પારણાને દિન સાહમિવત્સલ, કીજે અધિક વડાઈ છે, માનવિજય કહે સકલ મનોરથ, પૂરે દેવી સિદ્ધાઈ છે. ૪
(૪) મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વંદ, એ પર્વ સર્વમાં, જેમ તારામાં ચંદ. ૧ નાગકેતુની પરે, કલ્પ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરુ મુખ અધિકી લીજે, દોય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર, કર પડિફકમણાં ધર, શિયલ અખંડિત ધાર. ૨ જે ત્રિકરણે શુદ્ધ, આરાધે નવ વાર, ભવ સાત આઠ અવ, શેષ તાસ સંસાર, સહુ સૂત્ર શિરોમણી, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણ સુણીને, સફલ કરો અવતાર. ૩
જ્ઞાનીની નિંદા કરવી નહીં.