________________
ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ
S
૪૧૧
ચોવીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ,
તાસ વખાણ સુણીશ, ધવલ મંગલ ગીતગડુંલી કરીએ, વળી પ્રભાવના નિત અનુસરીએ,
અઠ્ઠમ તપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડતો વજડાવો,
ધ્યાન ધરમ મન ભાવો, સંવત્સરીદિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેળો થાય,
બારસા સૂત્ર સુણાય; થિરાવલીને સામાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી,
સાંભળજો નર નારી, આગમસૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરીશ,
શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ સત્તર ભેદી જિન પૂજા રચાવો, નાટકકેરા ખેલ ખેલાવો.
વિધિશું સ્નાત્ર ભણાવો, આડંબરનું દેહરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ,
સંઘ સર્વને ખમીએ; પારણે સાહસ્મિવચ્છલ કીજે, યથાશક્તિએ દાન જ દીજે,
પુન્યભંડાર ભરીને, શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જશવંતસાગર ગુરુ ઉદાર,
જિગંદસાગર જયકાર. ૪
(૩) - (રાગ - વીર જિનેશ્વર અતિ અલવેસર) સત્તર ભેદી જિનપૂજા રચીને, સ્નાત્ર મહોત્સવ કીજે છે, ઢોલ દદામા ભેરી નફેરી, ઝલ્લરી નાદ સુણીજે છે; વીરજિન આગે ભાવના ભાવી, માનવભવ ફળ લીજે છે, પર્વ પજુસણ પૂરવ પુષ્ય, આવ્યા એમ જાણીએ . ૧
-
લોક અહિત પ્રણીત કરવું નહીં.