________________
ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ
૪૦૯
- શ્રી પર્યુષણ પર્વનું સ્તવન - સુણજો સાજન સંત, પજુસણ આવ્યા રે;
તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે. વીર જિસેસર અતિ અલવેસર, વાલા મારા પરમેશ્વર એમ બોલે રે; પર્વ માંહે પજુસણ મોટા, અવર ન આવે તસ તોલે રે. પજુ. ૧ ચૌપદમાં જેમ કેસરી મોટો, વા. ખગમાં ગરૂડ તે કહીએ રે, નદીમાંહે જેમ ગંગા મોટી, નગમાં મેરૂ લહીએ રે. પજુ. ૨ ભૂપતિમાં ભરતેશ્વર ભાખ્યો, વાલા મારા દેવમાંહે સુર ઈંદ્ર રે, તીરથમાં શેત્રુજે દાખ્યો, ગ્રહ ગણમાં જેમ ચંદ્ર રે. પજુ. ૩ દશેરા દિવાલી ને વળી હોળી, વાલા મારા અખાત્રીજ દિવાસો રે; બળેવ પ્રમુખ બહુલા છે બીજાં, પણ નહિ મુક્તિનો વાસો રે. પજુ. ૪ તે માટે તમે અમર પળાવો, વાલા મારા અઠ્ઠાઈ મહોચ્છવ કીજે રે; અઠ્ઠમ તપ અંબિકાઈ એ કરીને, નરભવ લાહો લીજે રે. પજુ. ૫ ઢોલ દદામાં ભેરી નફેરી, વાલા મારા કલ્પ સૂત્રને જગાવો રે; ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટોલી મલી આવો રે. પજુ. ૬ સોના રૂપાને ફૂલડે વધાવો, વાલા મારા કલ્પ સૂત્રને પૂજે રે; નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી ધૂજો રે. પજુ. ૭ એમ અઠ્ઠાઈ મહોચ્છવ કરતાં, વાલા મારા બહુ જન જગ ઉદ્ધરિયા રે; વિબુધ વિમલ વર સેવક એહથી, નવનિધિ રિદ્ધિ સિદ્ધિ વરિયા રે. પજુ. ૮
- શ્રી પર્યુષણ પર્વની સ્તુતિઓ :
પુન્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી; કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી, સદ્ગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી. ૧
અસત્ય પ્રમાણથી વાતપૂર્તિ કરવી નહીં.