________________
૪૦૪
રત્નત્રયી ઉપાસના
કલ્યાણક જાણી કરી, દીવા તે કીજે; જાપ જપો જિનરાજ પાતિક સવિ છાજે ૫ બીજે દિન ગૌતમ સુણી, પામ્યા કેવળજ્ઞાન; બાર સહસ ગુણણું ગણો, ઘર હોશે ક્રોડ કલ્યાણ. ૬ સુરનર કિન્નર સહુ મલી, ગૌતમને આપે; . ભટ્ટારક પદવી દેઈ, સહુ સાખે થાપે. ૭ જુહારક ભટ્ટારક થકી, લોક કરે જ હાર; બેને ભાઈ જમાડીયો, નંદિવર્ધન સાર. ૮ ભાઈબીજ તિહાં થકી, વીરતણો અધિકાર; જયવિજય ગુરુ સંપદા, મુજને દીયો મનોહાર. ૯
(૨)
શાસનના શણગાર વીર, મુક્તિપુરી શણગારી; ગૌતમની પ્રીતિ પ્રભુ, અંતસમય વિસારી. ૧ દેવશર્મા પ્રતિબોધવા, મોકલ્યો મુજને સ્વામ; વિશ્વાસી પ્રભુ વીરજી, છેતર્યો મુજને આમ. ૨ હાં હાં વીર આ શું કર્યું ? ભારતમાં અંધારું કુમતિ મિથ્યાત્વી વધી જશે, કુણ કરશે અજવાળું. ૩ નાથ વિનાના સૈન્ય જેમ, થયા અમે નિરધાર; ઈમ ગૌતમ પ્રભુ વલવલે, આંખે આંસુની ધાર. ૪ કોણ વીર ને કોણ તું ? જાણી એહવો વિચાર, ક્ષપકશ્રેણી આરોહતા, પ્રભુ પામ્યા કેવલ સાર. ૫ વીર પ્રભુ મોક્ષે ગયા એ, દિવાળી દિન જાણ; ઓચ્છવ રંગ વધામણાં, નામે કલ્યાણ. ૬
આત્મપ્રશંસા ઈચ્છથ્વી નહીં.