________________
ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ
YO3
કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે વનમાંહી; ચિત્તડું તો ચિહું દિશિયે ડોલે, ઈણ ભજને સુખ નહિ. આજ. ૮ પૌષધશાળે ભેગા થઈને, ચાર કથા વળી સાધે; કાંઈક પાપ મિટાવણ આવે, બાર ગણું વળી બાંધે. આજ. ૯ એક ઉઠતી આળસ મોડે, બીજી ઉઘે બેઠી; નદીઓમાંથી કોઈક નિસરતી, જઈ દરિયામાં પેઠી. આજ. ૧૦ આઈ બાઈ નણંદ ભોજાઈ, હાની મોટી વહુને; સાસુ સસરો માને માસી, શિખામણ છે સહુને. આજ. ૧૧
ઉદયરતન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે; - પોષહમાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ. ૧૨
- શ્રી દિવાળી પર્વના ચૈત્યવંદનો -
(૧) મગધદેશ પાવાપુરી, પ્રભુ વીર પધાર્યા; સોલ પહોર દિયે દેશના, ભવિ જીવને તાર્યા. ૧ ભૂપ અઢારે ભાવે સુણે, અમૃત છસી વાણી; દેશનાદેતાં રહીએ, પરણ્યા શિવરાણી. ૨ રાય ઉઠી દીવા કરે, અજવાળાને હેત; અમાવસ્યા તે કહી વલી દીવાળી કીજે. ૩ મેરૂ થકી આવ્યા ઈદ્ર, હાથે લેઈ દીવો; મેરઈયા દિન સફલ કરી, લોક કહે સવિ જીવો. ૪
-
વડતા
અધર્મની સ્તુતિ કરવી નહીં.