________________
૪૦૨
રત્નત્રયી ઉપાસના
જિનશાસનમાં જે અધિકારી, દેવ દેવીહોએ સમકિત ધારી, સાનિધ્ય કરે સંભાળી ધરમ કરે તસ ઉપર પ્યારી, નિશ્ચલ ધર્મ કરે સુવિચારી, જે છે પર ઉપકારી, વડ મંડણ મહાવીરજી તારી, પાપ પખાલી જિનને જુહારી, લાલ વિજય હિતકારી, માતંગજક્ષ સિદ્ધાયિકા સારી, ઓલગ સારે સુર અવતારી, સંઘના વિઘ્ન નિવારી.- ૪
-: શ્રી એકાદશીની સજ્ઝાય :
આજ મારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ; પુછ્યાનો પડુત્તર પાછો, કેહને કાંઈ ન કહીએ. આજ. ૧
મારો નણદોઈ તુજને વહાલો, મુજને તારો વીરો; ધૂમાડાના બાચકા ભરતાં, હાથ ન આવે હીરો. આજ. ર
ઘરનો ધંધો ઘણો કર્યો પણ, એકે ન આવ્યો આડો; પરભવ જાતા પાલવ ઝાલે, તે મુજને દેખાડો. આજ. ૩ માગશર શુદ્ધિ અગીયારસ મોટી, નેવું જિનના નિરખો; દોઢસો કલ્યાણક મોટા, પોથી જોઈ જોઈ હરખો. આજ. ૪
સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીઓ; પાવકે પુર સઘળું પર-જાળ્યુ, એહનો કાં ન દહીયો. આજ. ૫
આઠ પહોરનો પોસહ કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચ કાયા જો વશ કરીએ, તો ભવસાગર તરીએ. આજ. ૬
ઈર્યાસમિતિ ભાષા ન બોલે, આડું આવળું પેખે; પડિક્કમણા શું પ્રેમ ન રાખે, કહો કેમ લાગે લેખે. આજ. ૭
Ba
માચાવીને વિદ્વાન કહેવું નહીં.