SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૧ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ ઉIક. - શ્રી એકાદશીની સ્તુતિ :ગોયમ બોલે ગ્રંથ સંભાળી વર્ધમાન આગળ રઢિયાળી, વાણી અતિ હી રસાલી, મૌન અગ્યારસ મહિમા ભાળી, કોણે કીધીને કહો કોણે પાળી, પ્રશ્ન કરે ટંકશાલી, કહોને સ્વામી પર્વ પંચાલી, મહિમાં અધિક અધિક સુવિશાલી, કુણ કહે કહો તુમ ટાલી, વીર કહે માગશર અજુઆલી, દોઢસો કલ્યાણક નિહાળી, અગિયારસ કૃષ્ણ પાળી- ૧ નેમિનાથને વારે જાણો કાનુડો ત્રણ ખંડનો રાણો, | વાસુદેવ સપરાણો, પરિગ્રહણને આરંભે ભરાણો, એકદીન આતમ કીધો શાણો, જિન વંદન ઉજાણો, નેમનાથને કહે હિત આણો, વરસે વારૂ દિવસ વખાણો, પાળી થાઉ શિવરાણો, અતિત અનાગત ને વર્તમાન, નેવું જિનના હુઆ કલ્યાણક, અવર એહ સમાન- ૨ આગમ આરાધો ભવિ પ્રાણી, જેહમાં તીર્થકરની વાણી, ગણધર દેવ કહાણી, દોઢસો કલ્યાણકની ખાણી એહ અગ્યારસનો દિન જાણી, છે એમ કહે કેવલ નાણી, પુન્ય પાપ તણી જિહાં કહાણી, સાંભળતાં શુભ લેખ લખાણી, તેહની સ્વર્ગ નિસાણી, વિદ્યાપૂરવ ગ્રંથે રચાણી, અંગ ઉપાંગ સુત્રે ગુથાણી, સુણતા દીએ શિવરાણી- ૩ વિદ્વાનોને સન્માન આપવું.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy