________________
૪૦૦
Sજ રત્નત્રયી ઉપાસના
નેમી અનેસર પૂજતાએ પહોંચે મનનાકોડ જ્ઞાન વિમલ ગુણથી લહો પ્રણમો બે કરજોડ - ૩
- શ્રી એકાદશીનું સ્તવન - પંચમ સુરલોકના વાસી રે, નવ લોકાંતિક સુવિલાસી રે; કરે વિનતિ ગુણની રાશિ, મલ્લિ જિન નાથજી વ્રત લીજે રે,
ભવિ જીવને શિવસુખ દીજે. મલ્લિ. તમે કરૂણારસ ભંડાર રે, પામ્યા છો ભવજલ પાર રે,
સેવકનો કરો ઉદ્ધાર. મલ્લિ. ૧ પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગના દારિદ્ર દુઃખ કાપે રે;
ભવ્યત્વપણે તસ થાપે. મલ્લિ. ૨ સુરપતિ સઘળા મળી આવે રે, મણિ રયણ સોવન વરસાવે રે,
પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિ. ૩ તીથોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે,
સુરપતિ ભગતે નવરાવે. મલ્લિ. ૪ વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલમાલા હૃદય પર ધારે રે,
દુઃખડાં ઈંદ્રાણી ઓવારે. મલ્લિ. ૫ મળ્યા સુર નર કોડાકોડી રે, પ્રભુ આગે રહ્યા કરજોડી રે,
ભક્તિ યુક્તિ મદ મોડી. મલ્લિ. ૬ મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે,
વર્યા સંયમ વધુ લટકાલી. મલ્લિ. ૭ દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રે રે,
કહે રૂપવિજય સસનેહ. મલ્લિ. ૮
પરમાત્માની ભક્તિ કરવી.