________________
૩૯૮
રત્નત્રયી ઉપાસના
વીશમા મુનિસુવ્રત સ્વામી રે, તેહનો જન્મ હોય ગુણ ધામી રે; બાવીસમા ષિવ વિશરામી-ભવિજન. ૩ પારસ જિન મોક્ષ મહંતા રે, ઈત્યાદિક જિન ગુણવંતા રે; કલ્યાણક મુખ્ય કહેતા-ભવિજન. ૪ શ્રીવીર જિણંદની વાણી રે, નિસુણી સમજ્યા ભવિ પ્રાણી રે; આઠમ દિન અતિ ગુણખાણી-ભવિજન. ૫
આઠ કર્મ તે દૂર પલાય રે, એથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાય રે; તેણે કારણ સેવો ચિત્ત, લાય-ભવિજન. ૬ શ્રી ઉદય સાગર સૂરિ રાયા રે, ગુરુ શિષ્ય વિવેકે ધ્યાયા રે; તસ ન્યાયસાગર જસ ગાયા-ભવિજન. ૭
: શ્રી અષ્ટમીની સ્તુતિ ઃ
(રાગ : વીર અનેસર અતિ અલવેસર)
વીર જીનેસર ભુવન દિનેસર નિરૂપમ જગ ઉપગારીજી વાસવ વંદિત ભવ નિકંદિત તુમચી જાઉં બલીહારીજી શ્રી મુખ ગૌતમ ગણધર આગે ભાખે તિથી વિચારજી અષ્ટમી તપ આરાધી પ્રાણી કેઈ પામ્યા ભવપારજી-૧ ચ્યવન કલ્યાણક જન્મને દિક્ષા કેવળ ને નિરવાણજી અષ્ટમીદિન બહુ જિનનાં જાણો એહવી આગમ વાણજી અનુભવ સંગી નિજ ગુણ રંગી અષ્ટમીજે આરાઘેજી સુજસ મહોધ્ય કમલ વિમલા મનવાંછિત સુખ સાધેજી-૨ વાણી સુધારસ વરસી વિભુ પાપ તિમિર કરે દૂરજી ભવિક કમલ પ્રતિ બોધ કહેવા ઉગ્યો સમકિત સૂરજી અષ્ટમી મહિમા એણી પરે ભાખે જીવનવર જગત દયાળજી એ તપ આરાધી ભવિ પ્રાણી પામ્યાં ગુણ મણી માલજી-૩
Find
પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખવું નહીં.