SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનો, સ્તવનો અને સ્તુતિઓ -: શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન : મહા શુદિ આઠમને દિને, વિજયા સુત જાયો; તેમ ફાગણ શુદિ આઠમે, સંભવચવિ આયો. (૧) ચૈતર વદની આઠમે, જન્મ્યા ઋષભ જિણંદ; દીક્ષા પણ તે દિન લહી, હુવા પ્રથમ મુનિચંદ (૨) માધવ શુદિ આઠમે દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર (૩) એહીજ આઠમ ઉજળી, જન્મ્યા સુમતિ જિણંદ; આઠ જાતિ કળશે કી; વરાવે સુરઈદ્ર. (૪) જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી (૫) શ્રાવણ વદની આઠમે, નમિ જન્મ્યા જગભાણ; તિમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ (૬) ભાદરવા વદિ આઠમ દિન એ, ચવિયા સ્વામી સુપાસ; જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવવાસ (૭) -: શ્રી અષ્ટમીનું સ્તવન : ઢાળ બીજી શ્રી ઋષભનું જન્મ કલ્યાણ રે, વળી ચારિત્ર લહ્યું ભલે વાન રે; ત્રીજા સંભવનું ચ્યવન કલ્યાણ-ભવિજન ! અષ્ટમી તિથિ સેવો રે. એ છે શિવવધૂ વરવાનો મેવો-ભવિજન. ૧ શ્રી અજિત સુમતિ જિન જન્મોયા રે, અભિનંદન શિવપદ પામ્યા રે, જિન સાતમા ચ્યવન દીપાવ્યા-ભવિજન. ૨ ન | SE જેમાંથી નશો, તે સેવવું નહીં. ૩૯૭
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy