SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ જીવકરત્નત્રયી ઉપાસના . પાંચમનો તપ એણી પરે કીજે પંચ મહાવૃત સુણી જે, લક્ષ્મી લાહો લીજે, મન વચન કાયા વશ કીજે, દાન સુપાત્રે અધિકો દીજે, સ્વામીની ભક્તિ કરી છે, શ્રી નેમિનાથની શાસન દેવી, સુરનર નારી જેણે સેવી, શ્રી સંઘના વિઘન હરેવી, શ્રી વિશાલ સોમ સૂરી ગણધર બિરાજે શ્રી દયા વિમળ પંડિત તસ છાજે, શ્રી જસ વિજય અધિક બિરાજે. - શ્રી જ્ઞાનપંચમીની સજઝાય - શ્રી ગુરુ ચરણ પસાઉલે રે લોલ, પંચમીનો મહિમાય આત્મા; વિવરીને કહેશું અમે રે લોલ, સુણતાં પાતક જાય આત્મા, પંચમી તપ પ્રેમે કરો રે લોલ. ૧ મન શુદ્ધ આરાધીએ રે લોલ, તૂટે કર્મ નિદાન આત્મા; ઈહ ભવ સુખ પામે ઘણો રે લોલ, પરભવ અમર વિમાન. આત્મા, ૫. ૨ સકલ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુઆ વિખ્યાત આત્મા; જ્ઞાન મુર્ણ કરી જાણતા રે લોલ, સ્વર્ગ નરકની વાત. આત્મા ૫. ૩ જે ગુરુ જ્ઞાને દીપતી રે લોલ, તે તરીઆ સંસાર આત્મા; જ્ઞાનવંતને સહુ નમે રે લોલ, ઉતારે ભવપાર. આત્મા ૫. ૪ અજવાળી પક્ષ પંચમી રે લોલ, કરો ઉપવાસ જગદીશ આત્મા; છે હી નમો નાણસ્સ ગણણું ગણો રે લોલ, નવકારવાળી વીશ. આત્મા. પં. ૫ પાંચ વરસ એમ કીજીએ રે લોલ, ઉપર વળી પાંચ માસ આત્મા; યથા શક્તિ કરી ઉજવો રે લોલ, જેમ હોય મનને ઉલ્લાસ. આત્મા ૫. ૬ વરદત્ત ને ગુણમંજરી રે લોલ, તપથી નિર્મળ થાય આત્મા; કીર્તિ વિજય ઉવઝાયનો રે લોલ, કાંતિવિજય ગુણ ગાય. આત્મા પં. ૭ A રાત્રિભોજન કરવું નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy