________________
૩૯૪
- ૩
-
રત્નત્રયી ઉપાસના
જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન, લોકલોક પ્રકાશ કર, જ્ઞાન એક પ્રધાન. (૪) જ્ઞાની શ્વાસો શ્વાસમાં, કરે કર્મનો છે; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની કરે તે. (૫) દેશ આરાધક કિરિયા કહી, સર્વ આરાધક જ્ઞાન; જ્ઞાન તણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન (૬) પંચમાસ લઘુ પંચમી, જાવજીવ ઉત્કૃષ્ટી; પંચ વરસ પંચ માસની, પંચમી કરો શુભ દ્રષ્ટિ (૭) એકાવનહી પંચનો એ કાઉસ્સગ્ગ લોગસ્સ કેરો; ઉજમણું કરો ભાવશું; ટાળો ભવ ફેરો. (૮) એમ પંચમી આરાધિયે એ, આણીભાવ અપાર, વરદત ગુણમંજરી પરે રંગ વિજય હો સાર. (૯)
- શ્રી જ્ઞાનપંચમીનું સ્તવન - પંચમી તપ તમે કરો રે પ્રાણી, જિમ પામો નિર્મલ જ્ઞાન રે, પહેલું જ્ઞાન ને પછી કિરિઆ, નહીં કોઈ જ્ઞાન સમાન રે. ૫.૧ નંદીસૂત્રમાં જ્ઞાન વખાણ્ય, જ્ઞાનના પાંચ પ્રકાર રે, મતિ શ્રત અવધિ ને મન:પર્યવ કેવલ જ્ઞાન શ્રીકાર રે. ૫.૨ મતિ અઠ્ઠાવીશ શ્રુત ચઉદહ વીશ, અવધિ છે અસંખ્ય પ્રકાર રે; દોય ભેદે મન:પર્યવ દાખ્યું, કેવલ એક ઉદાર રે. ૫.૩ ચન્દ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર તારા, એકથી એક અપાર રે; કેવલ જ્ઞાન સમું નહીં કોઈ, લોકાલોક પ્રકાશ રે. પં.૪ પારસનાથ પ્રસાદ કરીને, મહારી પૂરો ઉમેદ રે, સમયસુંદર કહે હું પણ પામું, જ્ઞાનનો પાંચમો ભેદ રે. ૫.૫
અપચ્ચ પ્રતિજ્ઞા આપવી નહીં.