________________
રત્નત્રયી ઉપાસના
(૭૬) શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ પાર્શ્વનાથની વાડી, મુ.પો. મેડતાસીટી, જિ. નાગોર (રાજ.) ૐ હ્રીં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથાય નમ: શ્રી વિજય ચિંતામણિ તમે સર્વત્ર વિજય અપાવતા, મેડતા નગર નિવાસી મુજે જડતા સદા ઉચ્છેદતા, ચિંતા ચૂરો ચિંતામણિ ચહુ ચેતના ચેતાવજો, ‘વિજય ચિંતામણિ” પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૭૭) શ્રી મંડોવરા પાર્શ્વનાથ શ્રી મંડોવરા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ. પો. મુંડાવા, તા. સોજત, જિ. પાલી, વાયા ચંડાવલ (રાજ.) ઉૐ હ્રીં શ્રી મંડોવરા પાર્શ્વનાથાય નમઃ જે સ્વપ્ન આપી કેરડાનાં વૃક્ષ તળથી પ્રગટતા, જે જવ ભરેલ કરંડિયો સોના મહીં પલટાવતા, મુંડાવા નગરે તીર્થ તારું મુંડો મુજ મોહને, ‘‘મંડોવરા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૭૮) શ્રી કરેડા પાર્શ્વનાથ શ્રી કરેડા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. ભોપાલનસાગર, જિ. ચિત્તોડગઢ (રાજ.)
ઉૐ હ્રીં શ્રી કરેડા પાર્શ્વનાથાય નમ: હે નાથ ! જીર્ણોદ્ધાર ઝાંઝણમંત્રી તારો કરાવતા, તારી સ્તુતિથી દેવકૃત ઉપસર્ગ સહુ દૂર થતા, છે નામ તારું એવું જાણે કર્મને પડે કોરડા, ‘શ્રી કરેડા” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(
13