________________
પૂ. પ્રેમસૂરિ દાદાની અંતિમ આરાધના
–
૩૯૧
પાંચશો ત્રેસઠ જીવ જિનેશ્વરે ભાખીયા, ચાર ગતિના છ કાયધારી સર્વ જો, સુક્ષ્મ બાદર પ્રસને સ્થાવર જીવથી, ત્રિવિધ ખામણાં કરશું મૂકી ગર્વ છે. .... એવો. ૨૦ મરણ ભવોભવ જિનવરને જપતાં થજો, સિદ્ધ નિરંજન કેરું મળજો ધ્યાન જો, સૂરિ વાચકને મુનિવરથી નિમણા, જિનવાણીમાં ચિત્ત રહો એકતાન જો. .... એવો. ૨૧ સિંહ સમો થઈ સંયમ આરાધુ સદા, સત્ય ભાવ મન વચ કાયા મુજ થાય જો, કપૂર થકી પણ આતમ ઉજ્જવળતા વધે,
ક્ષમા પ્રમુખ દશા ધર્મ મળે સુખદાય જે. .... એવો. ૨૨ - જિન ઉત્તમ પદપદ્મ તણી સેવા મળે, રૂપ નિરખવા રોજ મળે જિનરાજ જો, શાસન કીર્તિ કસ્તુરી ખુશબુ મળે, ચિન્તામણી સમ મળે મને ગુરૂરાય છે. .... એવો. ૨૩ વીર વીર વીતરાગ પ્રભુના નામનો, પ્રતિ પ્રદેશે થઈ રહેજે મુજ વાસ છે, સિદ્ધ સુખની વાંછા એકજ વાંછા બધી, મુજ મનમાંથી દૂર થશે તુજ પસાય જો. . એવો. ૨૪ વિનય ચતુર્વિધ સંઘ કેરો મળજો મને, ભક્તિ મળજો મુનિવર, શ્રી જિનદેવ જો, સુંદર શાસન મળજો શ્રીવીતરાગનું, ભવોભવ મળજે જિનચરણની સેવ જો. ... એવો. ૨૫
- પૂ. ચરણવિજય મ. સાહેબ
સુખદુઃખ પર સમભાવ કરવો.