________________
૩૮૭
સઝાયોનો સંગ્રહ રૂ મ .
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામીની સ્તુતિ જેના સ્મરણથી જીવનના સંકટ બધા દુરે ટળે, જેના સ્મરણથી મનતણા વાંછીત સહુ આવી મળે, જેના સ્મરણથી આધિને વ્યાધિ ઉપાધિ ના ટકે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...૧ વિદનો તણા વાદળ ભલે ચોમેર ઘેરાઈ જતાં, આપત્તિના કંટક ભલે ચોમેર વેરાઈ જતાં, વિશ્વાસ છે જશ નામથી એ દૂર ફેંકાઈ જતા, એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...૨ ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં વિખ્યાત મહિમા જેમનો, અદ્ભુત છે દેદાર જેના દર્શનીય આ દેહનો, લાખો ક્રોડો સુર્ય પણ જસ આગળ ઝાંખા પડે, એવા શ્રી. ૩ ધરણેન્દ્રને પદ્માવતી જેની સદા સેવા કરે, ભક્તો તણા વાંછીત સઘળા ભક્તિથી પુરા કરે, ઈદ્રો નરેન્દ્રો ને મુનીન્દ્રો જપ કરતા જેમનો એવા શ્રી. ૪ જેના પ્રભાવે જગતના જીવો બધા સુખ પામતા, જેના હવણથી જાદવોના દુ:ખ દુર ભાગતા, જેના શરણના સ્પર્શને નિશદિન ભક્તો ઝંખતા, એવા શ્રી... ૫ બે કાને કુંડળ જેના માથે મુગટ બિરાજતો, ઓખો મહીં કરૂણા અને નિજ હૈયે હાર બિરાજતો, દર્શન પ્રભુનું પાણી મનનો મોરલો મુજ નાચતો, એવા શ્રી... ૬
છે . હી પદોને જોડીને શંખેશ્વરાને જે જપે, ધરણેન્દ્ર પદ્માવતી પતિ શંખેશ્વરાને જે જપે, જન્મો જન્મના પાપને સહુ અંતરાયો ત્વરા તુટે, એવા શ્રી... ૭ કલિકાળમાં હાજરાહજુર દેવો તણા તે દેવ છે ભક્તો તણી ભવ ભાવઠોને ભાંગનારા દેવ છે મુક્તિ કિરણની જ્યોતિને પ્રગટાવનારા દેવ જે, એવા શ્રી... ૮
સમ્યફ પ્રકારે સૃષ્ટિ ભણી દ્રષ્ટિ કરવી.