________________
૩૮૫
સઝાયોનો સંગ્રહ હ ક
ચૈત્રી પૂનમ દિન કીજીયે રે લા,
પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગા રે લોલ,
લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. એક. ૪ દશ વીશ ત્રીશ ચાળીશ ભલા રે લોલ,
પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીયેરે લાલ,
જેમ હોય “જ્ઞાન” વિશાલ મનોહારી રે. એક. ૫
- શ્રી પુંડરીકસ્વામીની સ્તુતિ :
પુંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી, લહીએ અવિચળ રિદ્ધ, પંચમી ગતિ પહોંચ્યા, મુનિવર ક્રોડા-ક્રોડ, ઈણ તીરથે આવી, કર્મ વિપાક વિછોડ
- શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન :
આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંકે મહંત. ૧ પંચ કોડી સાથે મુણીંદ, અણસણ તિહાં કીધ; શુક્લધ્યાન ધ્યાતા અમૂલ, કેવલ વર લીધ. ૨ ચૈત્રી પૂનમને દિને એ પામ્યા પદ મહાનંદ, તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ. ૩
ક્રિયા સદોષી કરવી નહીં.