________________
૩૮૪
રત્નત્રય ઉપાસના
સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશિયો નાગ કડવા... ૩ આગ ઉઠ જે ઘરથકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો નહિ મળે, તો પાસેનું પરજાળે કડવા... ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળ નાણી; હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણી કડવા... ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજે ગળે સાહી; કાયા કરજે નિર્મળી, ઉપશમ રસે નાહી કડવા. ૬
- શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન :એક દિન પુંડરીક ગણધરૂં રે લાલ,
પૂછે શ્રી આદિનિણંદ-સુખકારી રે; કહીયે તે ભવજલ ઊતરી રે લોલ,
પામીશ પરમાનંદ ભવવારી રે. એક. ૧ કહે જિન ઈણ ગિરિ પામશો રે લાલ, - જ્ઞાન અને નિર્વાણ જ્યકારી રે; તીરથ મહિમા વાધશે રે લોલ,
અધિક અધિક મંડાણ નિરધારી રે. એક. ૨ ઈમ નિસુણીને ઈહાં આવીયા રે લોલ,
ઘાતી કરમ કર્યા દૂર તમારી રે; પંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લોલ,
હુઆ સિદ્ધિ હજૂર ભવવારી રે. એક૩
અસત્ય ઉપદેશ આપવો નહીં.