________________
૩૮૩
સઝાયોનો સંગ્રહ થી ૩
પાંચ હજાર ને ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે; જવાભિગમ ભગવાઈ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ગો. ૪ પાંચ હજાર ને ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવતી જેહ રે; તેહને અભયદાન દેતા થકાં રે, મુપતિ આપ્યાનું પુન્ય એહ રે. ગો. ૫ દસ હજાર ગોકુલ ગાયો તણી રે, એકે કો દશ હજાર પ્રમાણ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિરવાણ રે. ગો. ૬ તેથી અધિકું ઉત્તમફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે; ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણ રે. ગો. ૭ શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ રે; એકે કો મંડપ બાવન ચૈત્યનો રે, ચરવલો આપ્યાનું પુન્ય એહરે. ગો. ૮ માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજર કરાવે જે હ રે; એહવા ક્રોડપંજર કરતાં થકાં રે, કાંબલિયું આપ્યાનું ફળ એહ રે. ગો. ૯ સહસ એક્યાસી દાનશાળા તણો રે, ઉપજે પ્રાણીને પુન્યનો બંધ રે; સ્વામી સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશ થાએ પુન્યનો બંધ રે. ગો. ૧૦ શ્રી જિન પ્રતિમા સોવનમય કરે રે, સહસ અઠ્યાસીનો પ્રમાણ રે; એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઈરિયાવહી પડિક્કમતાં ફલ જાણ રે. ગો. ૧૧ આવશ્યક પન્નવણા જુગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિક્કમણાનો સંબંધ રે; જીવા ભગવઈ આવશ્યક જોઈને રે, સ્વમુખ ભાખે વીરજિણંદ રે. ગો. ૧૨ વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાલે શુદ્ધ પડિક્રમણાનો વ્યવહાર રે; અનુત્તર સમ સુખ પામે મોટકું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ગો. ૧૩
કોધની સઝાય કડવા ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસતણો રસ જાણીએ, હલાહલ તોલે કડવા... ૧ ક્રોધે ક્રોડ પૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય કડવા... ૨
હસીને વાત કરવી નહીં. (સ્ત્રીથી)