________________
૩૮૨
રત્નત્રય ઉપાસના
સુકૃતની સજ્ઝાય
જીવડા સુકૃત કરજે સાર, નઈતર સ્વપ્નું છે સંસાર;
પલકતણો નિશ્ચય નથી ને, નથી બાંધી તેં ધર્મની પાળ. જીવડા. ૧ ઊંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહિ પાર; લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા, તેના બંધ રહ્યા છે બાર. જીવડા. ર ઉપર ફૂલડાં ફરહરે ને, બાંધ્યા શ્રીફળ ચાર; ઠાકઠીક કરી એને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂંઠે તે લોકના પોકાર. જીવડા. ૩ શેરી લગે જબ સાથે ચલેગી, નારી તણો પરિવાર; કુટુંબ કબીલો પાછો ફરીને, સૌ કરશે ખાનપાન સાર. જીવડા. ૪ સેજ તલાઈ વિના નવિ સુતો, કરતો ઠાઠ હજાર;' સ્મશાને જઈ ચેહમાં સુવું, ઉપર કાષ્ઠના ભાર. જીવડા. ૫ અગ્નિ મૂકીને અળગા રહેશે, ત્યારે વરસસે અંગે અંગાર; ખોળી ખોળીને બાળશે, જેમ લોઢું ગાળે લુહાર. જીવડા. ૬ સ્નાન કરીને ચાલીયા, સૌ સાથે મીલી નરનાર;
દશ દિવસ રોઈ રોઈને રહેશે, પછી તે મૂકીયા વિસાર. જીવડા. ૭
એવું જાણી ધર્મ કરી લે, કરી લે, પર ઉપકાર;
‘સત્ય’ શિયળથી પામી જા જીવડા, શિવતરૂ ફળ સહકાર. જીવડા.૮ 慶事
શ્રી પડિક્કમણાંના ફળની સજ્ઝાય
ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે;
પ્રતિક્રમણથી શ્યું ફળ પામીએ રે, શું શું થાયે પ્રાણીને બંધ ગો. ૧ સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુન્યનો બંધ રે;
પુન્યથી બીજો અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ગો. ર
ઈચ્છા પડિક્કમણું કરી પામીએ રે, પ્રાણી પુન્યનો બંધ રે; પુન્યની કરણી જે ઉવેખશે રે, પરભવે થાશે અંધો અંધ રે. ગો. ૩
કટાક્ષદ્દષ્ટિથી સ્ત્રીને નીરખવી નહીં.