________________
સજ્ઝાયોનો સંગ્રહ
બળ ભાંગે આંખો તણું રે, શ્રાવણે સુણ્યું નવિ જાય;
તુજ આવે અવગુણ ઘણા રે, વળી ધોળી હોવે રોમરાય રે. ઘડપણ.૩ કેડ દુ:ખે ગુડા રહે રે, મુખમાં શ્વાસ ન માંય; ગાલે પડે કરચલી રે, રૂપ શરીરનું જાય રે. ઘડપણ. ૪ જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય;
ઘડપણ. ૬
ઘેર સહુને અળખામણો રે, સાર ન પૂછે કોય રે. ઘડપણ. પ દીકરા તો નાસી ગયા રે, વહુઓ દીએ છે ગાળ; દીકરી નાવે ફુંકડી રે, સબળ પડ્યો છે જંજાળ રે. કાને તો ધાકો પડી રે, સાંભળે નહીંય લગાર; આંખે તો છાયા વળી રે, એ તો દેખી ન શકે લગાર. ઘડપણ. ૭ ઉંબરો તો ડુંગર થયો રે, પોળ થઈ પરદેશ;
ગોળી તો ગંગા થઈ રે, તમે જુઓ જરાના વેશ રે. ઘડપણ. ૮ ઘડપણમાં વહાલી લાપશી રે, ઘડપણે વહાલી ભીંત;
ઘડપણમાં વહાલી લાકડી રે, તમે જુઓ ઘડપણની રીત રે. ઘડપણ. ૯ ઘડપણ તું અકહ્યાગરો રે, અણ તેડ્યો મા આવીશ;
જોવનિયું જગ વહાલું રે, જતન હું તાસ કરીશ રે. ઘડપણ. ૧૦ ફટ લટ તું અભાગીઆ રે, જોવન તો તું કાલ;
રૂપ રંગને ભાંગતા હૈ, તું તો મોટો ચંડાલ રે. ઘડપણ. ૧૧ નિસાસે ઉસાસમે રદિવને દીજીએ ગાળ;
૩૮૧
ઘડપણ કાં તું સરજીયો રે, લાગ્યો માહરે નિલાડ રે. ઘડપણ. ૧૨ ઘડપણ તું સદા વડો રે, હું તુજ કરૂ રે જુહાર;
જે મેં કહી છે વાતડી રે, જાણજે તાસ વિચાર રે. ઘડપણ. ૧૩ કોઈ ન વંછે તુજને રે, તું તો દૂર વસાય;
વિનયવિજય ઉવજ્ઝાયનો રે, રૂપવિજય ગુણ ગાય રે. ઘડપણ. ૧૪ 卐
事
મોહનીય સ્થાનકમાં રહેવું નહીં.