________________
૩૮૦
) 9
ક
રત્નત્રય ઉપાસના
એવા પણ મોટા યતિજી, મન ન આણે રે રોષ, આતમ નિદે આપણોજી, સોનીનો શો દોષ. મેતારજ. ૭ ગજસુકુમાલ સંતાપીયાજી, બાંધી માટીની પાળ ખેર અંગારા શિરે ધર્યાજી, મુગતે ગયા તત્કાળ. મેતારજે. ૮ વાઘણે શરીર વલુરીયું છે, સાધુ સુકોશલ સાર, કેવલ લહી મુગતે ગયાજી, ઈમ અરણિક અણગાર. મેતારજ. ૯ પાપી પાલક પીલીયા, ખંધકસૂરિના રે શિષ્ય, અંબડ ચેલા સાતશેજી, નમો નમો તે નિશદિન. મેતારજ. ૧૦ એવા ઋષિ સંભારતાછ, મેતારજે ષિરાય, અંતગડ હુઆ કેવલીજી, વંદે મુનિના પાય. મેતારજ. ૧૧ ભારી કાષ્ઠની સ્ત્રી એ તિહાંજી, લાવી નાંખી તેણીવાર; ધબકે પંખી જાગીયોજી, જવલા કાઢ્યા તેણે સારે. મેતારજ. ૧૨ દેખી જવલા વિષ્ટમાંજી, મનમાં લાજ્યો સોનાર, ઓઘો મુહપત્તિ સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતારજ. ૧૩ : આતમ તાય આપણોજી, સ્થિર કરી મન વચ કાય; રાજવિજય રંગે ભણેજી, સાધુ તણી એ સક્ઝાય. મેતારજ. ૧૪
5 e 5
શ્રી ઘડપણની સઝાય ઘડપણ કાં તું આવીયો રે, તુજ કોણ જુએ છે વાટ? તું સહુને અળખામણો રે, જેમ માકડ ભરી ખાટ રે.
ઘડપણ કોણે મોકલ્યું. ગતિ ભાગે તું આવતાં રે, ઉદ્યમ ઊઠી રે જાય; દાંતડલા પણ ખસી પડે રે, લાળ પડે મુખમાંય રે. ઘડપણ. ૨
વધારે જળપાન કરવું નહીં.