________________
સઝાયોનો સંગ્રહ
૩૭૯
નિજ અંગજનાં અંગજ છેદે, જુહો રાહુ કેતુ કમાઈ રે; સહુ સહુને નિજ સ્વારથ હાલો, કુણ ગુરુ ને કુણ ભાઈ રે. ૭ સુભમ પરશુરામ જ દોઈ, માંહો માંહે વેર બનાઈ રે; ક્રોધ કરીને નરકે પહોંચ્યા, તો કિહાં ગઈ તાત સગાઈ રે. ૮ ચાણકયે તો પર્વત સાથે, કીધી મિત્ર ઠગાઈ રે; મરણ પામ્યો ને મનમાં હરખ્યો, તો કિહાં રહી મિત્ર સગાઈ રે. ૯ આપ સ્વાસ્થ સહુને વહાલો, કુણ સજ્જન કુણ ભાઈ રે; જમરાજાનો તેડો આવ્યો, ટગટગ જોવે ભાઈ રે. ૧૦ સાચો શ્રી જન ધર્મ સખાઈ, આરાધો લય લાઈ રે, દેવવિજય કવિનો શિષ્ય ઈણીપરે, કહે તત્ત્વ વિજય સુખ દાઈ રે. ૧૧
' TET 5
મેતારજ મુનીની સજઝાય અમદમ ગુણના આગરુજી રે, પંચ મહાવ્રત ધાર. માસક્ષમણને પારણેજી, રાજગૃહિ નગરી મોઝાર. મેતારજ મુનિવર ધન ધન તુમ અવતાર. સોનીને ઘેર આવીયાજી, મેતારજ ઋષિરાય; જવલા ઘડતો ઉઠીયોજી, વંદે મુનિના પાય. મેતારજ. ૨ આજ ફલ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર;
લ્યો ભિક્ષા છે સુઝતીજી, મોદક્તણો એ આહાર. મેતારજ. ૩ કૌચ જીવ જવલા ચણ્યો, વહોરી વલ્યા ઋષિરાય, સોની મન શંકા થઈ છે, સાધુ તણા એ કાજ. મેતારજ. ૪ રીશ કરી ઋષિનો કહેજ, ઘો જવલા મુજ આજ; વાઘર શિર્ષે વીંટીયુંજી, તડકે રાખ્યા મુનિરાજ. મેતારજ. ૫ ફટ ફટ ફુટે હાંડકાં ત્રટ ત્રટ તુટે છે ચામ; સોનીડે પરિસહ દીયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારજ. ૬
વીર્યનો વ્યાઘાત કરવો નહીં.