________________
૩૭૮
રત્નત્રય ઉપાસના
એક અચંબો એસો દીઠો, મડદો રોટી ખાય
મુખસે બોલે નહિં, ડગડગ હસતો જાય. નાવ. ૩ બેટી બોલે બાપને વિણ જાયો વર લાય;
વિણજાયો વર ના મિલે તો, મુજ શું ફેરા ખાય. નાવ. ૪ સાસુ કુવારી વહુ પરણેલી, નણદલ ફેરા ખાય;
દેખણવાલી હુલર જાયો, પાડોસણ ફુલરાય. નાવ. ૫ એક અચંબો એસો દીઠો, કૂવામાં લાગી આગ; કચરો કરબટ સબહી બલ ગયો, પણ ઘટ ભરભર જાય. નાવ. ૬ આનંદધન કહે સુણ ભાઈ સાધુ, એ પદસે નિરવાણ; ઈસ પદકા કોઈ અર્થ કરેંગા, શીધ્ર હોવે કલ્યાણ;
નામે નદીમાં ડૂબી જાય. ૭ 勇圖
અનિત્યસગપણની સઝાય કેના રે સગપણ કેની માયા, કેહના સજ્જન સગાઈ રે; સજ્જન વરગ કોઈ સાથે ન આવે, આવે આપ કમાઈ રે. ૧ મારું મારું સૌ કહે પ્રાણી, હારૂં કોણ સગાઈ રે; આપ સવારથ સહુને વહાલો, કુણ સજ્જન કુણ માઈ રે. ૨ ચલણી ઉદરે બ્રહ્મદર આયો, જુઓ માત સગાઈ રે; પુત્ર મારણને અગ્નિ જ કીધી, લાખનાં ઘર નિપજાઈ રે. ૩ કાષ્ટ પિંજરમાં ઘાલીને મારે, શસ્ત્ર ગ્રહી દોડે ધાઈ રે; કોણીકે નિજ તાત જ હણીયો, તો કિહાં રહી પુત્ર સગાઈ રે. ૪ ભરત બાહુબળ આપે લડીયા, આયે સજજ થાઈ રે; બાર વરસ સંગ્રામ જ કીધો, તો કિહાં રહી ભ્રાતૃ સગાઈ રે. ૫ ગુરુ ઉપદેશથી રાય પ્રદેશી, સુધો સમકિત પાઈ રે; સ્વારથ વિણ સુરકાન્તા નારી, માર્યો પિયુ વિષ પાઈ રે. ૬
કામ વિષયને લલિત ભાવે યાચવું નહીં.