________________
સઝાયોનો સંગ્રહ
૩૭૭
એવા રસીલા રાજુલ વયન સુણીને, બુઝયા રહનેમી પ્રભુજી પાસ રે, દેવ. પાપ આલોયણ કરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ. ૭ ધન્ય ધન્ય જે નરનારી શિયળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે; દેવ. રૂપ કહે તેહના નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ. ૮
( 5 ) . સંસારના ખોટા સગપણની સઝાય સગુ તારું કોણ સાચું રે સંસારીયામાં સગુ. પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહિ ધાયો; ડાહ્યો થઈને તું દબાયો રે, સંસારીયામાં. સગુ. ૧ કૂડું કૂડું હેત કીધું, તેને સાચું માની લીધું અંત કાલે દુઃખ દીધું રે, સંસારીયામાં. સગુ. ૨ વિસવાસે વહાલા કીધાં, પ્યાલા ઝેરના પીછા; પ્રભુને વિસારી દીધા રે. સંસારીયામાં. સગુ. ૩ મન ગમતામાં મહાલ્યો, ચોરને મારગે ચાલ્યો; પાપીઓનો સંગ ઝાલ્યો રે. સંસારીયામાં. સગુ. ૪ ઘરને ધંધે ઘેરી લીધો, કામીનીયે વશ કીધો; ઋષભ દાસ કહે દગો દીધો રે. સંસારીયામાં. સગુ. ૫
શ્રી અધ્યાત્મપઠ સજઝાય નાવમાં નદીમાં ડૂબી જાય, મુજ મન અચરિજ થાય;
નાવમાં નદીયા ડૂબી જાય. કીડી ચાલી સાસરે મેં, સો મણ ચૂરમો સાથ;
હાથી ધરીયો ગોદમેં, ઉંટ લપેટ્યો જાય. નાવ. ૧ કચ્ચા ઈંડા બોલતાં, બચ્ચા બોલે નાય;
દર્શનમેં સંશય પડીયો તો જ મુક્તિ મીલ જાય. નાવ. ૨
સ્વાદિષ્ટ ભોજન લેવું નહીં.