________________
સઝાયોનો સંગ્રહ
૩૭૫
લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ; ગર્વ કરી ગોખે બેસતાં, સર્વ થયા બળી રાખ. ભૂલ્યો. ૮ ધમણ ધખતી રે રહી ગઈ, બુજ ગઈ લાલ અંગાર; એરણકો ઠબકો મીટ્યો, ઉઠ ચલ્યો રે લુહાર. ભૂલ્યો. ૯ ઉવટ મારગ ચાલવું, જાવું પેલે રે પાર; આગળ હાટ ન વાણીયો, સંબલ લેજો રે સાર. ભૂલ્યો. ૧૦ પરદેશી પરદેશ મેં, કુણશું કરો રે સ્નેહ, આવ્યા કાગળ ઉઠ ચાલ્યા, ન ગણે આંધી ને મેહ. ભૂલ્યો. ૧૧ કે ઈ ચાલ્યા રે કે ઈ ચાલશે, કે ઈ ચલણહાર; કે ઈ બેઠાં બુઢા બાપડા, જાયે નરક મોઝાર: ભૂલ્યો. ૧૨ જે ઘર નોબત વાગતી, થાતાં છત્રીશે રાગ; ખંડેર જઈ ખાલી પડેયા, બેસણ લાગ્યા છે કાગ. ભૂલ્યો. ૧૩ ભમરો આવ્યો રે કમલમાં, લેવા પરિમલ પૂર; કમળ મીંચાયે માંહે રહ્યો, જબ આથમતે સૂર. ભૂલ્યો. ૧૪ રાતનો ભૂલ્યો રે માનવી, દિવસે મારગ આય; દિવસનો ભૂલ્યો રે માનવી; ફિર ફિર ગોથાં ખાય. ભૂલ્યો. ૧૫ સદ્દગુરુ કહે વસ્તુ વોરીયે, જે કાંઈ આવે રે સાથ; આપણો લાભ ઉગારીયે લેખું સાહિબ હાથ. ભૂલ્યો. ૧૬
ઊંચા તે મંદિર માળીયા, સોડ વાળીને સૂતો; કાઢો કાઢો રે એને સહુ કહે જાણે જન્મ્યો જ નહોતો,
એક રે દિવસ એવો આવશે. ૧ મને સબળો જ સાલે, મંત્રી મળ્યા સર્વે કારમાં
છે તેનું કંઈ નવ ચાલે. એક. ૨ સાવ સોનાનાં રે સાંકળા, પહેરણ નવ નવા વાઘા; ધોળું વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. એક. ૩
સુગંધી દ્રવ્ય વાપરવા નહીં.