________________
૩૦૪
રત્નત્રય ઉપાસના
મન કાચો રે કુંભ જળે ભર્યો, તેને ફુટતા ન લાગે વારજી; હંસલો તે ઉડી ગયો, પછી કાયા માટીમાં જાય હો. મન. ૫ હાડ બળે જેમ લાકડું ને, કેશ બળે જેમ ઘાસજી;
કંકુ વર્ણી તારી કાયા બળે, ખોળી બાળે હાડ હો. મન. ૬ ઉબર લગે સગી સુંદરી ને, શેરી સુધી મા ને બાપજી;
સ્મશાન લગે સગો બાંધવો, પછી કોઈ ન આવે તારી સાથ હો. મન. ૭ માતા રૂવે તારી ઘડી ઘડીને, બેની રૂવે ષટ માસજી;
પ્રિયા રૂવે એક વર્ષ લગે, પછી શોધે ઘરનો વાસ હો. મન. ૮ કોના છોરૂ ને કોના વાછરૂ ને, કોના માને બાપજી;
પ્રાણી જવું એકલા એમ ‘વીરવિજય'ની વાણી હો. મન. ૯ 新事
ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો. ભમીયો દિવસ ને રાત. માયાનો બાંધ્યો પ્રાણીઓ, ભમે પરિમલ જાતકુંભ કાચો ને કાયા કારમી, તેના કરો તે જતન્ન; વિણસતાં વાર લાગે નહિં, નિર્મળ રાખો રે મન. ભૂલ્યો. ૨ કેહનાં છોરૂ કેહનાં વાછરૂં, કેહના માય ને બાપ; અંતે રે જાવું છે એકલું, સાથે પૂન્ય ને પાપ. ભૂલ્યો. ૩ જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ; ધનસંચી સંચી રે કાંઈ કરો, કરો દૈવની વેઠ. ભૂલ્યો. ૪ ધંધો કરી ધન મેળવ્યું, લાખ ઉપર ક્રોડ; મરણની વેલા રે માનવી, લીયો કંદોરો છોડ. ભૂલ્યો. ૫ મૂર્ખ કહે ધન માહરૂં, ધોખે ધાન ન ખાય; વસ્ત્ર વિના જઈ પોઢવું, લખપતિ લાકડાં માંય. ભૂલ્યો. ૬ ભવસાગર દુ:ખ જલે ભર્યો, હવે તરવો છે રે તેહ; વચમાં ભય સબળો થયો, કર્મ વાયરો ને મેહ. ભૂલ્યો. ૭
DC
મન, વચન કાયા અવિચારે વાપરવા નહીં.