________________
૩૭૩
સજઝાયોનો સંગ્રહ
તે તવ તિહાં ચિતે રે ભુપતિ, લુબ્ધ નટડીની સાથ; જો વટ પડે રે નાચતો, તો નટડી કરું મુજ હાથ. કર્મ ન છૂટે રે. ૮ કર્મ વિશે રે હું નટ થયો, નાચું છું નિરાધાર; મન નવિ માને રે રાયનું, તો કોણ કરવો વિચાર. કર્મ ન છૂટે રે. ૯ દાન ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વંછુ રે રાયનું, રાય વંછે મુજ ઘાત. કર્મ ન છૂટે રે. ૧૦ દાન લહું જો હું રાયતું, તો મુજ જીવિત સાર; એમ મનમાંહે રે ચિંતવી, ચઢીઓ ચોથી રે વાર. કર્મ ન છૂટે રે. ૧૧ થાલભરી શુદ્ધ મોદક, પદ્મિણી ઉભેલી બાર; લ્યો લ્યો કે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. કર્મ ન છૂટે રે. ૧૨ એમ તિહાં મુનિવર વોરતા, નટે પંખ્યા મહાભાગ્ય; ધિક ધિક વિષયારે જીવને, એમ નટ પામ્યો વૈરાગ્ય, કર્મ ન છૂટે રે. ૧૩ સંવર ભાવે રે કેવલી, થયો મુનિ કર્મ ખપાય; કેવલ મહિમારે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કર્મ ન છૂટે રે. ૧૪
વૈરાગ્યની સજઝાય એક દિવસમાં ક્ષણે ક્ષણે ને, શિરપર ભમે કાળજી; લઈજાવે જમ જીવડા તિમ, તતર ઉપર બાજે હો મન પંખીડા, મન પડે જીમ પિંજરે, સંસાર માયા જાળ હો. મન. ૧ મન આયુષ્યરૂપી જીવ જાણ્યો, ને ધર્મ રૂપી પાળજી; એવો અવસર જે ચુકશે, તેને જ્ઞાનીએ ગણ્યો ગમાર હો. મન. ૨ અઢી રે હાથનું કપડું લાવીને, શ્રીફળ બાંધ્યા ચાર; ખોખરી હાંડીમાં આગ મૂકી, લઈ ચાલ્યા તત્કાલ હો. મન. ૩
જ્યારે સરોવર ભર્યા હતા, ત્યારે ન બાંધી પાળ; નીર હતા તે વહી ગયા, પછી હાથ ઘસે શું તાય હો. મન. ૪
વેશ્યા, કુમારી, વિધવાનો ત્યાગ.