________________
૩૭૨
રત્નત્રય ઉપાસના
લડવા
એમ અનેક મુનિવર હુઆ, કહેતા પાર ન પાય રે; અનુમતિ ઘો મોરી માવડી, ક્ષણ લાખીણો જાય રે. જંબૂ. ૧૩ પાંચસે સત્તાવીશ સાથે, જંબૂ કુમાર પરવરીઓ રે; પંચ મહાવ્રત ઉચ્ચરી ભવજલ સાયર તરીયો રે. જંબૂ. ૧૪ જંબૂ ચરમ જ કેવલી, તાસ તણાં ગુણ ગાયા રે, પંડિત લલિત વિજ્ય તણો, હેત વિજય સુપસાયા રે. જંબૂ. ૧૫
૬ થી ૬
શ્રી ઈલાચીપુત્રની સજઝાય નામે ઈલાચી પુત્ર જાણીએ, ધનદ શેઠનો પુત્ર, નટડી દેખી રે મોહી રહ્યો, નવિ રાખ્યું ઘર સુત્ર; કર્મ ન છૂટે રે પ્રાણીયા, પૂરવ સ્નેહ વિકાર, નિજકુલછડી રે નટ થયો, નાવી શરમ લગાર. કર્મ ન છૂટે રે. ૧ માતાપિતા કહે પુત્રને, નટ નવિ થઈયે રે જાત; પુત્ર પરણાવું રે પદ્મિણી, સુખ વિલસો તે સંઘાત. કર્મ ન છૂટે રે. ૨ કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ; નટ થઈ શીખ્યો રે નાચવા, ન મટે લખ્યા રે લેખ. કર્મ ન છૂટે રે. ૩ એક પૂર આવ્યો નાચવા રે, ઊંચો વાંશ વિશેષ; તિહાં રાય જોવાને આવીયો, ભલીયા લોક અનેક. કર્મ ન છૂટે રે. ૪ ઢોલ બજાવે રે નટડી, ગાવે કિન્નર સાદ, પાય પગ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અંબર નાદ. કર્મ ન છૂટે રે. ૫ દોય પગ પરીરે પાવડી, વંશ ચઢ્યો ગજ ગેલ; નોધારો થઈ નાચતો, ખેલે નવા નવા ખેલ. કર્મ ન છૂટે રે. ૬ નટડી રંભા રે સારખી, નયણે દેખે રે જામ; જો અંતે ઉરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. કર્મ ન છૂટે રે. ૭
મન, વચન અને કાયાના યોગવડે પરપત્નિ ત્યાગ.