________________
૩૭૧
સજઝાયોનો સંગ્રહ છે .
શ્રી જંબુસ્વામીની સજઝાય રાજગૃહી નગરી વસે, ઋષભદત્ત વ્યવહારી રે; તસ સુત જંબૂકુમાર નમું, બાળપણે બ્રહ્મચારી રે. જંબૂ કહે જનની સુણો, સ્વામી સુધર્મા આયા રે; દીક્ષા લેશું તે કને, અનુમતિ ઘો મોરી માયા રે. જંબૂ. ૨ માતા કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે; તરૂણ પણે તરૂણી વરી, છાંડી કેમ છૂટીજે રે ? માયા. ૩ આગે અરણિક મુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા રે; નાટકણી નેહે કરી, આષાઢ ભૂતિ ભોળાય. રે. માયા. ૪ વેશ્યા વશ પડિયા પછી, નંદિષેણ નગીનો રે; આÁ દેશનો પાટવી, આદ્રકુમાર કાં કીનો રે. માયા. ૫ સહસ વરસ સંજય લીયો, તો હી પાર ન પાયા રે; કંડરીક કરમે કરી, પછી ઘણું પસ્તાયા રે. માયા. ૬ મુનિવર શ્રી રહનેમીજી, નેમિસર જિન ભાઈ રે; રાજીમતી દેખી કરી, વિષયતણી મતિ આઈ રે. માયા. ૭ દીક્ષા છે વચ્છ દોહિલી, પાળવી ખાંડાની ધાર રે; અરસ નિરસ અન્ન જમવું, સૂવું ડાભ સંથાર રે. માયા. ૮ દીક્ષા છે વચ્છ ! દોહિલી, કહ્યું અમારું કીજે રે; પરણો પનોતા પદ્મણી, અમ મનોરથ પૂરીજે રે. માયા. ૯ જંબૂ કહે જનની સુણો, ધન્ય ધન્નો અણગારો રે; મેઠ મુનિસર મોટકો, શાલિભદ્ર સંભારો રે. જંબૂ. ૧૦ ગજસુકુમાલ ગુણે ભય, આતમ સાધના કીધો રે; પદ્માસી તપ પારણે, ઢંઢણે કેવળ લીધો રે. જંબૂ. ૧૧ દશાર્ણભદ્ર સંયમ લહી, પાય લગાડ્યો ઈંદો રે; પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામ્યો છે પરમાનંદો રે. જંબૂ. ૧૨
શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવો.