________________
૩૭૦
રત્નત્રય ઉપાસના
શ્રી અરણીક મુનિની સજઝાય મુનિ અરણીક ચાલ્યા ગોચરી રે વનના વાસી,
એનું રવિ તપે રે લલાટ; મુનિવર વૈરાગી. ૧ મુનિ ઉચા મંદિર કોશ્યાતણા રે વનના વાસી,
જઈ ઉભા રહ્યા ગોખની હેઠ; મુનિવર વૈરાગી. ૨ કોશ્યાએ દાસી મોકલી ઉતાવળી રે વનના વાસી,
પેલા મુનિને અહીં તેડી લાવ; મુનિવર વૈરાગી. ૩ મુનિ મંદિરે તે ચાલ્યા ઉતાવળા રે વનના વાસી,
તિહાં જઈ દીધો ધર્મલાભ; મુનિવર વૈરાગી. ૪ મુનિ પંચરંગી બાંધો પાઘડી રે વનના વાસી,
તમે મેલો ઢળકતા તાર; મુનિવર વૈરાગી. ૫ મુનિ નવા નવા નિીત લઉ વારણા રે વનના વાસી,
તમે જમો મોદકના આહાર; મુનિવર વૈરાગી. ૬ મુનિની માતા શેરીએ શોધતી રે વનના વાસી,
ત્યાં જોવા મલ્યા બહુ લોક; મુનિવર વૈરાગી. ૭ કોઈએ દીઠો મારો અરણીકો રે વનના વાસી,
એ તો લેવા ગયા છે આહાર; મુનિવર વૈરાગી. ૮ મુનિ ગોખે બેઠે રમે સોગઠે રે વનના વાસી,
ત્યાં સાંભળ્યો માતાજીનો શોર; મુનિવર વૈરાગી. ૯ મુનિ ગોખેથી હેઠા ઊતર્યા રે વનના વાસી,
જઈ લાગ્યા માતાજીને પાય; મુનિવર વૈરાગી. ૧૦ મુનિ ન કરવાના કામ તમે કર્યા રે વનના વાસી,
તમે થયા ચારિત્રના ચોર; મુનિવર વૈરાગી. ૧૧ અમે શીલા ઉપર જઈ કરશું સંથારો રે વનના વાસી,
અમને ચારિત્ર નહિ રે પળાય; મુનિવર વૈરાગી. ૧૨ મુનિએ શીલા ઉપર જઈ ક્યોં સંથારો રે વનના વાસી,
ત્યાં તો ઉપન્યું છે કેવલજ્ઞાન; મુનિવર વૈરાગી. ૧૩ હીરવિજય ગુરુ હીરલો રે વનના વાસી,
ત્યાં તો લબ્ધિવિજય ગુણ ગાય; મુનિવર વૈરાગી. ૧૪
શુકલભાવથી મનુષ્યનું મન હરણ કરવું.