________________
39€
સજઝાયોનો સંગ્રહ - ક
જાદવ કૃષ્ણ એમ કહે, રાજ્ય વીરા કરો રે; હજારો હાજર ઉભાં, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો. ૧૦ સોનૈયાના થેલા કાઢો, ભંડારી બોલાવો રે; ઓઘા પાત્રા વીરા લાવો, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો. ૧૧ રાજપાટ વીરા તુમે, સુખે હવે કરો રે; દીક્ષા આપો હવે મનિ, છત્ર તુમે ધરો રે. ચિરંજીવો. ૧૨ આજ્ઞા આપી ઓચ્છવ કીધો, સંયમ લીધો આપે રે; " દેવકી કહે ભાઈ, સંયમે ચિત્ત સ્થાપો રે. ચિરંજીવો. ૧૩ મુજને તજીને વીરા, અવર માત મત કીજે રે; કર્મ ખપાવી ઈહભવે, વહેલી મુક્તિ લીજે રે. ચિરંજીવો. ૧૪ કુંવરે અંતેઉર મેલી, સાધુ વેષ શીદ લીધો રે; ગુરુ આજ્ઞા લઈને, સ્મશાને કાઉસગ્ગ કીધો રે. ચિરંજીવો. ૧૫ જંગલે જમાઈ જોઈને, સોમીલ સસરા કોપ્યા રે; ખેરના અંગારા લઈને, મસ્તકે સ્થાપ્યા રે. ચિરંજીવો. ૧૬ મોક્ષપાઘ બંધાવી સસરાને, દોષ નવિ દીધો રે; વેદના અનંતી સહી, સમતા રસ પીધો રે. ચિરંજીવો. ૧૭ ધન્ય જન્મ થયો તુમે, ગજસુકુમાર રે; કર્મ ખપાવા તુમે, હૈયે ધરી હામ રે. ચિરંજીવો. ૧૮ વિનયવિજય એમ કહે, એવા મુનિને ધન્ય રે; કર્મના બીજ બાળી, જીતી લીધું મન્ન રે. ચિરંજીવો. ૧૯
圆明
પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો.