________________
૩૬૮
રત્નત્રય ઉપાસના
સઝાયોનો સંગ્રહ
શ્રી ગજસુકુમાલની સઝાય સોના કેરા કાંગરા ને રૂપા કેરા ગઢ રે; કૃષ્ણજીની દ્વારકામાં, જોવાની લાગી રઢ રે. ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાર રે, આ પુરાં પુન્ય પામીયા. ૧ નેમિનિણંદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે; ગજસુકુમાર વીરા, સાથે બોલાઈ રે. ચિરંજીવો. ૨ વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે; શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રે. ચિરંજીવો. ૩. ઘેર આવી એમ કહે, રજા દીયો માતા રે; સંયમ સુખ લહું, જે હથી પામું શાતા રે. ચિરંજીવો. ૪ મુછણી માડી કુંવર, સુણી તારી વાણી રે; કુંવર કુંવર કેતાં આંખે, નથી માતા પાણી રે. ચિરંજીવો. ૫ હૈયાનો હાર વીરા, તો કેમ જાય રે; દેવનો દીધેલો તુમ વિણ, સુખ કેમ થાય રે. ચિરંજીવો. ૬ સોના સરિખા વાળ તારા, કંચન વરણી કાયા રે; એહવી રે કાયા એક દિન, થાશે ધૂળધાણી રે. ચિરંજીવો. ૭ સંયમ ખાંડા ધાર, તેમાં નથી સુખ રે, બાવીસ પરિષહ જીતવા, છે અતિ દુષ્કર રે. ચિરંજીવો. ૮ દુ:ખથી બળેલો દેખું, સંસાર અટારો રે; કાયાની માયા જાણે, પાણીનો પરપોટો રે. ચિરંજીવો. ૯
સાહસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો.