________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
શ્રી દેરાસર જવાના ફલ વિષે ચૈત્યવંદન પ્રણમ્ શ્રી ગુરુરાજ આજ, જિન મંદિર કેરો; પુન્ય ભણી કરશું સફલ, જિન વચન ભલેરો. દેહરે જાવા મન કરે, ચોથ તણું ફલ પામે; જિનવર જુહારવા ઉઠતાં, છટ્ઠ પોતે આવે. જાવા માંડ્યું જેટલે, અટ્ઠ મતણાં ફલ જોય; ડગલું ભરતા જિન ભણી, દશમ તણો ફલ હોય. જાઈસ્યુ જિનહર ભણી, મારગ ચાલંતા; હોવે દ્વાદશ તણું, પુણ્ય ભક્તિ માલંતા. અર્ધ પંથ જિનવર ભણી, પનરે ઉપવાસ; દીઠું સ્વામી તણું ભુવન, લહિએ એક માસ. જિનવર પાસે આવતાં એ, છ માસિ ફલ સિદ્ધ; આવ્યા જિનવર બારણે, વરસિ તપ ફલ લીધ. સો વરસ ઉપવાસ, પુન્ય, પ્રદક્ષિણા દેતા; સહસ વરસ ઉપવાસ પુન્ય, જિન નજરે જોતા. ભાવે જિનવર જુહારિએ, ફલ હોવે અનંત; તેહથી લહીએ સો ગુણો, જો પૂજો ભગવંત. ફલ ઘણો ફૂલની માલનો, પ્રભુ કંઠે ઠવતાં; પાર ન આવે ગીત નાદ, કેરા ફલ ભણતાં. શિર પૂછ પૂજા કરો એ, સુર ધૂપ તણું ધ્યાન; અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુ રૂપ. નિર્મલ તનમન કરીએ, શુંણતા ઈમ જગીશ; નાટિકભાવનાં ભાવતાં પામે પદવી જગીશ. જિનહર ભક્તિ વલિ એ, પુન્યે પ્રકાશી; સુણી શ્રી ગુરુ વયણસાર, પુરવ ઋષિએ ભાખી. ટાલવા આઠ કર્મને, જિન મંદિર જાસ્યું; ભેટી ચરણ ભગવંતના, હવે નિર્મલ થાસ્યું. કીર્તિવિજય ઉવજ્ઝાયનો એ, વિનય કહે કર જોડ; સફળ હોજો મુજ વિનંતિ, પ્રભુ સેવાના કોડ.
Dick
વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું.
૬
७
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૩૬૦