________________
૩૬૪
-
રત્નત્રયી ઉપાસના
જે હની મૂર્તિ અમૃત ઝરતી ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વદતી શોક સંતાપ કાપે, જે હની સેવા પ્રણય ભરથી સર્વ દેવો કરે છે, તે શ્રી કુંથુજિન ચરણમાં ચિત્ત મારાં ઠરે છે. ૧૭ જે દુઃખોના વિષમ ગિરિઓ વજની જેમ ભેદે, . ભવ્યાત્માની નિબિડ જડતા સૂર્યની જેમ છે દે. જેની પાસે તૃણ સમ ગણે સ્વર્ગને ઈન્દ્ર જેવા, એવી સારી અરજિન મને આપજે આપ સેવા. ૧૮ તાય મિત્રો અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બોધ ના થાય જેથી સચ્ચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલ્લિ જિનપતિ મને આપજે સેવ સારી. ૧૯ અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યાં, જેણે અષ્ટ પ્રકારનાં કઠિન છે, કમોં બધાં તે દહ્યાં. જેની આત્મસ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા શ્રી મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા, ૨૦ વૈરિછંદ નમ્યો પ્રભુ જનકને, ગર્ભ પ્રભાવે કરી, કીર્તિચંદ્ર કરો જજવલાદશદિશિ, આ વિશ્વમાં વિસ્તરી. આપી બોધ અપૂર્વ આ જગતને, પામ્યા પ્રભુ શર્મને, પુણ્ય શ્રી નમિનાથ આપ ચરણે, પામ્યો ખરા ધર્મને. ૨૧ લોભાવે લલના તણા લલિત શું, ત્રિલોકના નાથને, કંપાવે ગિરિ ભેદી વાયુ લહરી, શું સ્વર્ણના શૈલને, શું સ્વાર્થે જિનદેવ એ પશુ તણા, પોકાર ના સાંભળે, શ્રીમન્નેમિજિનેન્દ્ર સેવન થકી, શું શું જગે ના મળે. ૨૨
ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો.