________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
જે હેતુ વિણ વિશ્વનાં દુ:ખ હરે ન્હાયા વિના નિર્મળા, જીતે અંતર શત્રુના સ્વબળથી, દ્વેષાદિથી વેગળા વાણી મધુરી વદે ભવહરી ગંભીર અથે ભરી. તે શ્રેયાંસ જિણંદના ચરણની ચાહું સદા ચાકરી. ૧૧ જે ભેદાય ન ચક્રથી, ન અસિથી, કે ઈન્દ્રના વજ્રથી એવાં ગાઢ કુકર્મ તે જિનપતે ! છેદાય છે આપથી જે શાંતિ નવ થાય ચંદન થકી, તે શાંતિ આપો મને, વાસુપૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્યે નમું આપને. ૧૨ જેવી રીતે વિમલ જળથી વસ્ત્રનો મેલ જાય, તેવી રીતે વિમલજિનના ધ્યાનથી નષ્ટ થાયે, પાપો જૂનાં બહુ ભવતણાં અજ્ઞતાથી કરેલાં, તે માટે હે જિન ! તુજ પદે પંડિતો છે નમેલા. ૧૩ જેઓ મુક્તિનગર વસતા કાળ સાદિ અનંત, ભાવે ધ્યાવે અવિચલપણે જેહને સાધુ-સંત, જેની સેવા સુરમણિ પરે સૌમ્ય આપે અનંત, નિત્યે મારા હૃદયકમળે આવો શ્રી અનંત. ૧૪ સંસારાંભોનિધિ જળ વિષે બૂડતો હું જિનેન્દ્ર, તારો સારો સુખકર ભલો ધર્મ પામ્યો મુનીન્દ્ર, લાખો યત્નો યદિ જન કરે તો'ય ના તેહ છોડું, નિત્યે ધર્મપ્રભુ તુજ કને ભક્તિથી હાથ જોડું. ૧૫
જાણ્યાં જાયે શિશુ સકળનાં લક્ષણો પારણાથી, શાંતિ કીધી પણ પ્રભુ તમે માતાના ગર્ભમાંથી, ષટ્ખંડોને નવનિધિ તથા ચૌદ રત્નો ત્યજીને, પામ્યા છો જે પરમપદને આપજો તે અમોને. ૧૬
S
સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું.
393