________________
૩૬૨
રત્નત્રયી ઉપાસના
આ સંસારે ભ્રમણ કરતાં શાંતિ માટે જિનેન્દ્ર, દેવો સેવ્યા કુમતિ વશથી મેં બહુ હે મુનિન્દ્ર ! તોયે નાવ્યો ભવ ભ્રમણથી છૂટકારો લગારે, શાન્તિ દાતા સુમતિજિન દેવ છે તું જ મારે. ૫ સોના કેરી સુર વિરચિતા પદ્મની પંક્તિ સારી, . પદ્મો જેવા પ્રભુ ચરણના સંગથી દીપ્તિ ધારી, દેખી ભવ્યો અતિ ઉલટથી હર્ષનાં આંસુ લાવે, તે શ્રી પદ્મપ્રભ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે. ૬ આખી પૃથ્વી સુખમય બની આપના જન્મ કાલે ભવ્યો પૂજે ભય રહિત થઈ આપને પૂર્ણ વહાલે, પામે મુક્તિ ભવ ભય થકી જે સ્મરે નિત્યમેવ, નિત્ય વંદું તુમ ચરણમાં શ્રી સુપાર્શેષ્ટ દેવ. ૭ જેવી રીતે શશીકિરણથી ચંદ્રકાન્ત દ્રવે છે. તેવી રીતે કઠિન હૃદયે હર્ષનો ધોધ વહે છે. દેખી મૂર્તિ અમૃત ઝરતી મુક્તિદાતા તમારી, પ્રીતે ચંદ્રપ્રભજિન મને આપજો સેવ સારી. ૮ સેવા માટે સુર-નગરથી દેવનો સંઘ આવે, ભકિત ભાવે સુરગિરિપરે સ્નાત્ર પૂજા રચાવે, નાટ્યારંભે નમન કરીને પૂર્ણ આનંદ પાવે, સેવા સારી સુવિધિજિનની કોણને ચિત્ત નાવે ? ૯ આધિ વ્યાધિ પ્રમુખ બહુ એ તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલજિનની જાણીને હર્ષ આણી, નિત્યે સેવે મન વચનને કાયથી પૂર્ણ ભાવે, કાપી અંતે દુરિતગણને પૂર્ણ આનંદ પાવે. ૧૦
આ
આહાર, વિહાર, આળસ, નિદ્રા ઈત્યાદિને વશ કરવાં.