________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
જિ .
૩૬૧
- શ્રી મહાવીરસ્વામી ભગવાનની સ્તુતિ :મહાવીર જિ ગંદા, રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગઈદા, જાસ પાયે સોહંસા, સુર નર વર ઈદા, નિત્ય સેવા કરતા, ટાળે ભવ ફંદા, સુખ આપે અમદા.
પાવાપુરી તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામીને નમઃ |
-: શ્રી ચોવિસ તીર્થંકર ભગવાનની સ્તુતિઓ :
(રાગ :- તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો) જે ણે કીધી સકલ જનતા નીતિને જાણનારી ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી વહેતો કીધો સુગમ સઘળો મોક્ષનો માર્ગ જેણે વંદું હું તે ઋષભજિનને ધર્મધારી પ્રભુને. ૧ દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં ઠરે છે. ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારું ધરે છે. આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલ્લસે છે. આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. ૨ જે શાંતિના સુખ સદનમાં મુક્તિમાં નિત્ય રાજે, જેની વાણી ભવિક જનના ચિત્તમાં નિત્ય ગાજે, દેવેન્દ્રોની પ્રણય ભરતી ભકિત જેને જ છાજે, વંદું તે સંભવજિન તણા પાદપઢો હું આજે. ૩ ચોથા આરા રૂપ નભ વિષે દીપતા સૂર્ય જેવા, ઘાતી કમોં રૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા, સાચે ભાવે ભવિક જનને આપતા મોક્ષ મેવા, ચોથા સ્વામી ચરણ યુગલે હું ચાહું નિત્ય રેવા. ૪
હૃદયને વેરાગી રાખવું.