________________
૩૬૦
રત્નત્રયી ઉપાસન
પાય ઝાંઝર ઝમકે, ઘુઘરીનો ધમકાર, કટિ મેખલ ખલકે, ઊર એકાવલી હાર; સિદ્ધાયિકા સેવે, વીર તણો દરબાર, કવિ તિલકવિજય બુધ, સેવકનો જયકાર. (૬) માતા ત્રિશલાનંદ કુમાર, જગતનો દીવો રે, મારા પ્રાણતણો આધાર, વીર ઘણું જીવો રે; આમલકી ક્રીડાએ રમતાં, હાર્યો સુર પ્રભુ પામી રે, સુણજોને સ્વામી અંતરામી, વાત કહું શીરનામી રે. સુધર્મા દેવલોકે રહેતા, અમો મિથ્યાત્વે ભરાણાં રે; નાગદેવની પૂજા કરતાં, શીર ન ધરી પ્રભુ આણા રે. એક દિન ઈંદ્ર સભામાં બેઠા, સોહમપતિ એમ બોલે રે; ઘીરજ બલ ત્રિભુવનનું નાવે, ત્રિશલા બાલક તોલે રે. સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની રે; ફણિધર ને લઘુ બાલક રૂપે, રમત રમીયો છાની રે. વર્ધમાન તુમ ધૈરજ મોટું, બલમાં પણ નહિ કાચું રે; ગિરૂમાના ગુણ ગિમા ગાવે, હવે મેં જાણ્યું સાચું રે. એકજ મુષ્ઠિ પ્રહારે મારૂં, મિથ્યાત્વ ભાગ્યું જાય રે; કેવલ પ્રગટે મોહરાયને, રહેવાનું નહિ થાય રે. આજ થકી તું સાહિબ મારો, હું છું સેવક તાહરો રે; ક્ષણ એક સ્વામી ગુણ ન વિસારૂં, પ્રાણથકી તું પ્યારો રે. જગ. ૭ મોહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગ સિધાવે રે; મહાવીર પ્રભુ નામ ધરાવે, ઈંદ્રસભા ગુણ ગાવે રે. પ્રભુ મલપંતા નિજ ઘર આવે, સરખા મિત્ર સોહાવે રે; શ્રી શુભવીરનું મુખડું નીરખી, માતાજી સુખ પાવે રે.
સત્ય પણ કરૂણામય બોલવું.
જગ. ૧
જગ. ૨
જગ. ૩
જગ. ૪
જગ. ૫
જગ. ૬
જગ. ૮
જન્મ. ૯