________________
:
રત્નત્રયી ઉપાસના.
(૬૭) શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ શ્રી કચ્છલિકા પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. કાછોલી, તા. પિંડવાડા, શિરોહી (રાજ.) ઉં હ્રીં શ્રી કચ્છલિકા પાર્શ્વનાથાય નમ: જ્યાં કચ્છના રાવે વસાવ્યું ધામ કાછોલી તણું, ત્યાં થાપીયા પ્રભુપાર્શ્વને તુજ નામ કાછોલી ગયું, કાછોલી પારસ કર્મ છોલી છેડલો ભવનો કરો, શ્રી કાછોલી' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૬૮) શ્રી દાદા પાર્શ્વનાથ
શ્રી દાદા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ રહે. મોરી બેડા, તા. શિવગંજ, જિ. શિરોહી (રાજ.)
ઉં હ્રીં શ્રી ઠાઠા પાર્શ્વનાથાય નમઃ બેડા બિરાજી થઈ સુકાની બેડો પાર લગાવતા, દિવ્ય પ્રભાવે થકી સુગંધી હસ્તમાં ફેલાવતા,
અમૃત કચોલા નયનમાં દાદાજી જાણે લાગતા, ‘‘શ્રી દાદા” પારસનાથને ભાવે કરું હું વંદના.
(૬૯) શ્રી સેસલી પાર્શ્વનાથ શ્રી સેસલી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. સસલી, સ્ટે. ફાલના, તા. બાલી, જિ. પાલી (રાજ.)
ઉં હ્રીં શ્રી સેસલી પાર્શ્વનાથાય નમઃ મીઠડી નદીનાં તીર પર બેઠા પ્રભુજી મીઠડાં, ને નામ તારું સસલી કરે નામશેષ દૂરિતડાં, મુજ શેષ કમને હણો, તો માનું તારી વિશેષતા, “શ્રી સેસલી” પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.