________________
૩પ૮
રત્નત્રયી ઉપાસના
દીન દુઃખીયાનો તું છે બેલી, તું છે તારણહાર,
તારા મહિમાનો નહિ પાર (૨) રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર,
તારા મહિમાનો નહિ પાર (૨) ચંડકોશીયો ડસીયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળી વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો આવ્યો શરણે, ચંડકોશીયાને તે તારી, કીધો ઘણો ઉપકાર ...તારા. ૨ કાને ખીલા ઠોક્યા જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે, તોય પ્રભુજી શાંત વિચારે ગોવાળનો નહિ વાંક લગારે, ક્ષમા કરીને તે જીવોને તારી દીધો સંસાર ...તારા. ૩ મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધાર વહાવે,
ક્યાં ગયા એકલા મૂકી મુજને, હવે નથી જગમાં કોઈ મારે, પશ્ચાત્તાપ કરતાં કરતાં ઉપન્યું કેવલજ્ઞાન ...તારા. ૪ - જ્ઞાનવિમલ ગુરુ વયણે આજે, ગુણ તમારા ગાવે ભાવે, થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર કરાવે, અરજ અમારી દિલમાં ધારી કરીએ વંદન વારંવાર
...તારા મહિમાનો પાર (૨) . (૪)
મહાવીર સુકાની થઈને સંભાળો મહાવીર સુકાની થઈને સંભાળ, નૈયા મધદરિયે ડોલતી; સાચો કિનારો કંઈક બતાવ, તું છે જીવનનો સારથિ જીવનનૈયા, ભવદરિયે ડોલતી, આશાની આભમાં અંધારે ઝૂલતી, વાગે માયાનાં મોજાં અપાર, હાંકું તારા આધારથી .. સાચો.
દિવસની ભૂલ માટે રાત્રે હસશે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે.