________________
૩પ૬
રત્નત્રયી ઉપાસના
૨૪) શ્રી મહાવીરસ્વામી ભગવાન - શ્રી મહાવીર સ્વામી ભગવાનનું સૈત્યવંદન :સિદ્ધારથ સુત ચંદિયે, ત્રિશલાનો જાયો; ક્ષત્રિય કુંડમાં અવતય, સુર નરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા; બહોતેર વરસનું આઉખું, વીર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિનરાયના એક ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩ - શ્રી મહાવીરસ્વામી ભગવાનનું સ્તવનો :
સિદ્ધારથના રે નંદન વિનવું,
વિનતડી અવધાર; ભવમંડપમાં રે નાટક નાચીયો,
હવે મુજ દાન દેવરાવ; * હવે મુજ પાર ઉતાર. સિદ્ધા. ૧ ત્રણ રતન મુજ આપો તાતજી,
* જિમ નાવે રે સંતાપ; દાન દિયતા રે પ્રભુ કોસર કિસી ?
આપો પદવી રે આપ. સિદ્ધા. ર ચરણ અંગૂઠે ર મેરૂ કંપાવીયો,
મોડ્યાં સુરનાં રે માન;. અષ્ટ કરમમા રે ઝઘડા જીતવા,
દીધાં વરસી રે દાન. સિદ્ધા. ૩
આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં.