________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
(૫)
પાર્શ્વ પ્રભુનાં ચરણ નમીને, અરજ કરૂં ગુણખાણી; મિથ્યાદેવીની મૂર્તિ સેવી, સાહિબ તુમ છો જ્ઞાની, હો પ્રભુજી ! એહવો હું છું અનાથી, સાહિબ તુમે સોભાગી
હો પ્રભુજી! એ. ૧
ગીત અજ્ઞાન નાટકમાં હું ભમિયો, ફુગુરુ તણો ઉપદેશ; રંગભર રાતે ને મદભર માતો, ભમિયો દેશ-વિદેશ.
હો પ્રભુજી! એ. ૨
જિનપ્રસાદમેં જયણા ન કીધી, જીવદયાથી હું નાઠો; ધર્મ ન જાણ્યો મેં જિનજી તુમારો, હૃદય કર્યો ઘણો કાઠો. હો પ્રભુજી ! એ. ૩
પરિનંદામાંય રહું પૂરો, પાપ તણો છું હું વાસી; કહો સાહિબ શી ગતિ હમારી, ધર્મસ્થાનક ગયા નાશી
હો પ્રભુજી ! એ. ૪
ત્રણભુવનમાં ભમતાં ભમતાં, કોઈએ ભાળ બતાવી; મહાદાતાર જિનેશ્વર મોટા, મહેર વિપુલના વાસી.
હો પ્રભુજી ! એ. ૫
કોઈ એક પુરવ પુન્ય સંયોગે, આરજકુલ અવતરિયો; પુન્ય સંયોગે જિનવર મળિયા, ભવના ફેરા ટળિયા.
હો પ્રભુજી ! એ. ૬
તે માટે હું અરજ કરીને, આવ્યો છું દુ:ખ વાસી; મિથ્યાદેવની મૂર્તિ મૂકી, ચાકરી કરૂં તુમ ખાસી.
હો પ્રભુજી ! એ. ૭
વામાદેવીના નંદન સુણજો, આતમ અરજ અમારી; મન મોહ્યું જિનજી તુમ સાથે, તારી મૂરતિ ઉપર જાઉં વારી.
હો પ્રભુજી ! અ. ૮
ઉદયરત્નનો સેવક પભણે, મોઝ માગું ગુણખાણી; ભવોભવ તુમ ચરણોની સેવા, એહ ઉપર હું રાગી.
હો પ્રભુજી ! એ. ૯
૩૫૫
મો
ત
આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે.